
મુંબઇ, તા.25 એપ્રિલ 2019, ગુરૂવાર
ઓસ્કાર વિજેતા અભિનેત્રી મારીસા તોમાઇને જુડ એપેટોની આગામી કોમેડી ફિલ્મ માટે સાઇન કરાઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
54 વર્ષની મારીસા પેટે ડેવિડસન, બેલ પોવ્લે અને બિલ બર્ર સાથે સ્ટારકાસ્ટમાં જોડાઇ હતી એમ વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ફિલ્મની સ્ક્રીપ્ટ પેટે ડેવિડસન અને ડેવ સાઇરસે લખી છે. ન્યૂયોર્કના સ્ટેટન આઇલેન્ડમાં આ ફિલ્મનું શૂટિંગ થશે. આ ફિલ્મમાં એક કોમેડિયનના જીવનની વાતો વણી લેવાની પેટે ડેવિડસનની યોજના છે. મારીસા તોમાઇ ડેવિડસનની માતાનો રોલ કરશે એવું પણ આ અહેવાલમાં જણાવાયું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J2hPgf
via Latest Gujarati News
0 Comments