
નવી દિલ્હી,તા.25.એપ્રિલ 2019, ગુરુવાર
બોલીવૂડના મશહૂર પટકથાલ લેખક અને સુપર સ્ટાર સલમાનખાનના પિતા સલીમખાનને માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે.
સલીમખાનને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.મહત્વની વાત એ હતી કે , આ સમારોહમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત હાજર રહ્યા હતા અને તેમના હસ્તે સલીમખાનને આ એવોર્ડ એનાયત કરાયો હતો.
સલીમખાન સિવાય બોલીવૂડના પીઢ એક્ટ્રેસ હેલનને તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બોલીવૂડ ડાયરેક્ટર મધુર ભંડારકરને પણ માસ્ટર દીનાનાથ એવોર્ડ એનાયત કરાયો હતો.આ એવોર્ડ પણ મોહન ભાગવતના હસ્તે જ અપાયો હતો.
માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે.લીજેન્ડરી ગાયિકા લતા મંગેશકરનો પરિવાર આ એવોર્ડ સમારોહનુ આયોજન કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IEGl7J
via Latest Gujarati News
0 Comments