
નવી દિલ્હી તા.25 એપ્રિલ 2019 ગુરૂવાર
લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન સહિત ભાજપના સિનિયર નેતાઓ સભા-રેલી માટે જે પ્રકારે દોડાદોડ કરી રહ્યા છે એ જોતાં સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે ભાજપનો ઉલ્લેખ પોતાની સભાઓ અને રેલીઓમાં ભાગતો જનતા પક્ષ એવો કર્યો હતો.
વિપક્ષોને હંફાવવા શાસક પક્ષ સરકારી તંત્રનો બેફામ ગેરઉપયોગ કરી રહ્યો છે એવા આક્ષેપ તો માયાવતી અને મમતા બેનરજીએ પણ કર્યા હતા.
અગાઉ યોગી આદિત્યનાથ અને આઝમ ખાને બજરંગ બલિ અને અલીનો વિવાદ સર્જ્યો હતો. હવે અખિલેશ યાદવે બીજેપીને ભાગતા જનતા પક્ષ તરીકે વર્ણવ્યો છે. અખિલેશના આ શબ્દો પણ વિવાદ સર્જે તો નવાઇ નહીં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GvRHaC
via Latest Gujarati News
0 Comments