હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો


લોસ એંજલ્સ તા.25 એપ્રિલ 2019 ગુરૂવાર

દુનિયાભરમાં તહલકો મચાવનારી હોલિવૂડની ફિલ્મ ગૉડફાધરમાં મુખ્ય પાત્ર ભજવીને સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા હોલિવૂડના અભિનેતા અલ પચીનોનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ ગૉડફાધર...

1940ના એપ્રિલની 25મીએ અમેરિકાના મેનહટ્ટન વિસ્તારના ઇસ્ટ હાર્લેમ વિસ્તારમાં ઇટાલિયન-અમેરિકી માતાપિતાને ત્યાં જન્મેલા અલ પચીનો માત્ર બે વર્ષના હતા ત્યારે એનાં માતાપિતા છૂટાછેડા લઇને અલગ થઇ ગયાં હતાં.  સતત સંઘર્ષ કરીને અને 1965-66  સુધી સતત ઓડિશન્સ આપીને હોલિવૂડના અભિનેતા બનેલા અલ પચીનોએ ત્યારબાદ તો ઇતિહાસ સર્જયો. એક પછી એક હિટ ફિલ્મો આપીને એણે અભિનયની હરતી ફરતી યુનિવર્સિટીનો ખિતાબ મેળવ્યો. સાત સાત વખત નોમિનેશન મલ્યા બાદ એને સેંટ ઑફ ધ વૂમન ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

આમ તો એની સંખ્યાબંધ ફિલ્મો હિટ નીવડી છે અને એણે અનેક યાદગાર પાત્રો  ભજવ્યાં છે. પરંતુ દુનિયાભરના ફિલ્મ રસિકો એને ગ઼ૉડફાધર ફિલ્મથી વધુ પિછાણે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vkg85x
via Latest Gujarati News

Post a Comment

0 Comments