
શ્રીનગર તા.25 એપ્રિલ 2019 ગુરૂવાર
જમ્મુ કશ્મીરના વિભાજનવાદી નેતા શબ્બીર શાહની ઇંગ્લેંડમાં ભણતી પુત્રીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરીંગના કહેવાતા કેસ માટે પૂછપરછ કરી હતી.
હજુ તો ગયા વરસેજ સીબીએસઇની 12ની પરીક્ષામાં આશરે 98 ટકા માર્કસ્ લાવવા માટે આ યુવતી મિડિયામાં ચમકી હતી. હાલ ઇંગ્લેંડના માન્ચેસ્ટરમાં અભ્યાસ કરી રહેલી શબ્બીર શાહની પુત્રીના શ્રીનગરના ઘરે સમન્સ મોકલવામાં આવ્યું હતું.
કેસ જો કે જૂનો છે. 2005માં થયેલી લેવડદેવડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અત્યાર સુધીમાં બે વખત આ યુવતીની પૂછપરછ કરી હતી.
સમા નામની આ યુવતીની વ્યવસાયે ડૉક્ટર એવી માતા બિલકીસ શાહ સતત સરકારી કચેરીઓમાં દોડધામ કરી રહી છે અને એવી વિનંતી કરે છે કે મારી પુત્રી બ્રિટનમાં ભણે છે એટલે એને વ્યક્તિગત પૂછપરછમાં ગેરહાજર રહેવાની છૂટ આપો.
અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એને બે સમન્સ મોકલ્યા હતા. પહેલું સમન્સ 18 એપ્રિલનું હતું અ્ને બીજું 24 એપ્રિલનું હતું.
બિલકીસની દલીલ એવી છે કે 2005માં તો સમા માત્ર પાંચ વર્ષની હતી. એટલી નાની ઉંમરમાં એ મની લોન્ડરીંગના કેસમાં કેવી રીતે સંડોવાઇ હોઇ શકે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vkVke2
via Latest Gujarati News
0 Comments