પત્ની પ્રેમી સાથે નાસી જતા પતિએ બે પુત્રીની હત્યા બાદ આત્મહત્યા કરી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.2 એપ્રિલ 2019,મંગળવાર

પત્ની તેના પ્રેમી સાથે ઘર છોડીને નાસી જતા હતાશામાં શિક્ષક પતિએ માસૂમ બે પુત્રીની હત્યા કર્યાબાદ આત્મહત્યા કરતા  ચંદ્રપુરમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

ચંદ્રપુરના બલ્લારપુર ખાતે આ બનાવ બન્યો હતો. આઇટીઆઇ કોલેજના શિક્ષક ઋષીકાંતનો તેની પત્ની સાથે વારંવાર ઝઘડો થતો હતો આ વિવાદ બાદ થોડા દિવસ અગાઉ તેમની પત્ની તેના પ્રેમી સાથે ઘર છોડીને નાસી ગઇ હતી. આથી ઋષીકાંત માનસિકરીતે ભાંગી ગયો હતો.

જેને કારણે ગઇકાલે હતાશામાં ઋષીકાંતે બે પુત્રી પાંચ વર્ષીય નારાયણી અને  બે વર્ષીય કાર્તિકીની હત્યા કરી હતી. બાદમાં પોતે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. એક જ પરિવારના ત્રણ જણના મોતથી શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

પોલીસે આ બનાવની નોંધ લઇ  મૃતક શિક્ષકની પત્નીની તપાસ શરૂ કરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FTvioy
via Latest Gujarati News

Post a Comment

0 Comments