જાતિના કારણે કોવિંદને રાષ્ટ્રપતિ બનાવાયા, અડવાણી રહી ગયાઃ અશોક ગહેલોત

નવી દિલ્હી, તા. 17. એપ્રિલ 2019 બુધવાર

લોકસભા ચૂંટણીના પ્રચારની સાથે વિવાદીત નિવેદનોની સીઝન શરુ થઈ છે.આવા નિવેદનો આપનારામાં હવે રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતનો પણ સમાવેથ થઈ ગયો છે.

ગહેલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  માટે નિવેદન આપતા કહ્યુ હતુ કે, કોવિંદને તેમની જાતિના કારણે રાષ્ટ્રપતિ બનાવાયા છે.જેથી તેમની જાતિના મતદારોને ખુશ કરી શકાય.કોવિંદ કોળી સમુદાયમાંથી આવે છે.તેમના રાષ્ટ્રપતિ બનાવાયા એ પછી ગુજરાતમાં ચૂંટણી યોજવાની હતી.ગુજરાતમાં કોળી સમુદાયને ખુશ કરવા કોવિંદની પસંદગી કરાઈ હતી અને અડવાણીજી રહી ગયા હતા.

ગહેલોતે કહ્યુ હતુ કે, મારુ માનવુ છે કે, ભાજપ ગુજરાતની ચૂંટણી પહેલા ગભરાઈ ગઈ હતી.ગુજરાતમાં સરકાર નહી બને તેવુ લાગતા જાતીય સમીકરણ બેસાડવા માટે કોવિંદની પસંદગી કરી હતી.

રાહુલ ગાંધીના જમણા હાથ ગણાતા ગહેલોતના નિવેદનથી રાજકીય ગરમાવો વધી શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UmotQf
via Latest Gujarati News

Post a Comment

0 Comments