નવી દિલ્હી,તા.17.એપ્રિલ 2019, બુધવાર
મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં મંગળવારની રાતે ત્રાટકેલા વાવાઝોડાના પગલે 34 લોકોના મોત થયા છે.
હવે તેમને વળતર આપવાન મુદ્દે રાજકીય ઘમાસાણ શરુ થયુ છે.પીએમ મોદીએ ટ્વિટ કરીને ગુજરાતમાં તોફાનના કારણે જેમના મોત થયા છે તેવા લોકોના પરિવારજનોને 2-2 લાખનુ વળતર આપવાનુ અને ઘાયલોને 50000 રુપિયા આપવાનુ એલાન કર્યુ હતુ.
એ બાદ તરત જ મધ્યપ્રદેશના કોંગ્રેસી મુખ્ય મંત્રી કમલનાથે વડાપ્રધાન પર ભેદભાવ કરવાનો આરોપ મુક્યો હતો અને સવાલ કર્યો હતો કે માત્ર ગુજરાત માટે જ કેમ વળતર?તમે ગુજરાતના નહી પણ ભારતના પીએમ છો.માત્ર ગુજરાત સુધી જ તમારી સંવેદનાઓ કેમ સિમિત છે.મધ્યપ્રદેશમાં પણ 10 લોકોના મોત થયા છે?
જોકે એ પછી ભાજપે કમલનાથને જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાંથી પીએમઓ પાસે નુકસાનનો રિપોર્ટ વહેલો આવી ગયો હતો.જેના આધારે વળતરની જાહેરાત કરાઈ હતી.
એ પછી બે કલાક બાદ પીએમ મોદીએ ફરી ટ્વિટ કરીને બાકીના પ્રભાવિત રાજ્યો માટે પણ વળતરનુ એલાન કર્યુ હતુ.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બાકીના રાજ્યોમાં પણ મરનારાના પરિવારજનોને 2-2 લાખનુ અને ઘાયલોને 50000 રુપિયા વળતર પેટે અપાશે.
ભાજપે કમલનાથ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, મધ્યપ્રદેશ સરકારનો રિપોર્ટ પીએમઓ પાસે મોડો ગયો હતો.કમલનાથ બધુ જાણે છે છતા રાજનીતિ કરી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gr8k8j
via Latest Gujarati News
0 Comments