સોનામાં મંદી પચાવી ઘટયા ભાવોએ વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો ખરીદવા નિકળી


વિશ્વ બજારમાં ડોલરની તેજી તથા શેરબજારના ઉછાળાએ સોનાની મંદીને તક આપી છે અને મંદીનું પાટુ તેજીને રૂંધી રહ્યું  છે. તેલના ભાવમાં વધારો બ્રેકઝીટમાં યુ.કે.ની સરકારની અસ્થિરતા, ચીન સાથે અમેરિકાના ટ્રેડવોરનું ટેન્શન, તેમાં ઉત્તર કોરિયાએ અણુશસ્ત્ર નાબૂદ કરી આપવાનું વચન તથા ભારતની ઉંચા ભાવે સોનાની માંગમાં થયેલો ઘટાડો   મંદીને ફરી એકવાર  તક આપે છે અને  તેજીની રેલીને  બ્રેક મારે છે.

માઈનીંગ સેમિનારમાં  રીક રૂલ જણાવે છે કે હું વોરેન બુફેનો ફેન છું તેની પ્રત્યે મને માન છે, અને તેઓ છેલ્લા ૫૦ વર્ષથી નાણાં રોકાણમાં  ચીવટભરી ગણતરી બાદ તેઓ પોતાની મિલ્કત  વધારી રહ્યા છે અને ૪૦૦ બીલીયન ડોલરની વ્યવસ્થા કરે છે અને તેમાં તેઓ સોનાને બહુ મહત્ત્વ નથી આપતા માટે વોરેન બુફે જણાવે છે કે  સોનાનું રોકાણ મર્યાદિત  પ્રમાણમાં   કરવાનું છે.

પરંતું વિશ્વમાં  વોરેન બુફે જેવા માત્ર બેથી ચાર લોકો છે  પરંતુ સામાન્ય માણસ અને લોકો સોનામાં રોકાણ કરવામાં માને છે  સોનામાં રોકાણ કરવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડની સતત ખરીદી સોેનાની મંદીને ટેકો નથી  આપતા.  ન્યુયોર્કના  કોમેક્સ બજારમાં  સોનાના લેણની  લાંબા ગાળાની  પોઝીશન  વધી રહી છે  અને ટૂંકા ગાળાની  લે-વેચ  કરીને ભાવની  ટુંકી વધઘટનો લાભ લઈને  સટ્ટોડિયાઓ નફો તારવે છે.

સોનાના ભાવો ૧૨૮૦ ડોલર પ્રતિ ઔંસની નીચલી સપાટી નહીં તોડે કારણ કે દરેક દેશોની સેન્ટ્રલ બેન્ક સોનાની સતત ખરીદી કરી રહી છે તેમાં રશિયાએ ફેબુ્રઆરીમાં એક લાખઔંસ સોનાની ખરીદી કરે છે અને તેના અનામત સોનાના જથ્થામાં  વધારો થઈ રહ્યો છે. ભારતે પણ ૮ ટન સોનાની ખરીદી કરી છે. હંગેરી, કઝાકીસ્તાન, તૂર્કી વિગેરેની સોનાની ખરીદી સોનાના ભાવોને ઘટવા નહીં દે. 

ચીનના મધ્યમ વર્ગના લોકો સોનામાં  રોકાણ કરી રહ્યા છે. હાલમાં સોનાની માંગ અન ેપુરવઠા વચ્ચેની સમાનતા તથા સોનાના ભાવમાં ધીમો સુધારો સોનાને તેજીની  દીશા પકડાવશે અને સોનું નજીકના ભવિષ્યમાં ૧૪૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડશે.

અ ઠવાડિયા દરમિયાન સોનું  ૧૨૯૦ અને ૧૩૧૫ ડોલર પ્રતિ ઔંસ વચ્ચે રમશે અને ત્યારબાદ  તેજીનો ઘોડો ઉપરની દિશા તરફ દોટ લગાવશે.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવોમાં ૮-૧૦ સેન્ટ  પ્રતિ ઔંસની  ટુંકી વધઘટ નોેંધાઈ છે  અને ચાંદી ૧૫૦૦ સેન્ટ  પ્રતિ ઔંસની  આસપાસ રમી રહી છે. ચાંદીના ઉત્પાદકો જણાવે છે કે  અમો આ ચાંદીના ભાવે અમારા ચાંદીના ખોદકામને ચાલુ રાખીશું અને અમોને આ ભાવે ચાંદી કાઢવી નફાકારક લાગે છે. 

તેમાં આ ખાણના માલિકો  અન્ય કિંમતી ધાતુ, જસત, તાંબું, સોના વિગેરે ધાતુનું વધુ ઉત્પાદન કરીને તેના બાયપ્રોડકટ તરીકે ચાંદીનું ઉત્પાદન કરીશું અને એ ચાંદીનો પુરવઠો વૈશ્વિક માંગને સંતોષશે અને અમોને બાય પ્રોકટક તરીકે મળતી ચાંદીની પડતર ઓછી હોવાને કારણે નફો રળવાની ઉજળી તક આપે છે.

ચાંદીનો વપરાશ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે, સોલાર પેનેલ બનાવવામાં, મેડીકલ ક્ષેત્રે  તથા અન્ય ક્ષેત્રોમાંથી ચાંદી મેળવવાના પ્રયત્નો કરીને  નવી નવી  તરકીબો  અજમાવીને ઉત્પાદન  વધારીને વૈશ્વિક  માંગને સંતોષશે.

એકંદરે લાંબાગાળે ચાંદીમાં  તેજી સમાયેલ છે અને ચાંદી આ વર્ષના અંતે ૧૮૦૦ સેન્ટ પ્રતિ ઔંસના ભાવ દાખવે તેવી ગણતરી મૂકાય છે.

સ્થાનિક બજારમાં  ડોલર સામે રૂપિયો મજબૂત થતા તથા વૈશ્વિક સોનાની ટુંકી વધઘટ  સોનાના ભાવોને  ઉંચકવા નથી દેતી.  ગુરૂવારે  સોનાનો વાયદો  રૂ.૩૨૬૪૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થતો હતો. 

માર્ચ વાયદો એપ્રિલમાં  પાક્યો અને તેમાં લેણવાળાને રૂ.૨૫૦ પ્રતિ ૧૦ ગ્રામની  ચૂંકવણી કરવી પડેલી અને વેચાણવાળા વધુ ફાયદામાં રહ્યા શો-રૂમમાં ઘરાકી ભલે ઓછી હોય પરંતુ  સોનાના નીચા ભાવો થતા હોલસેલરની ખરીદી  વધી  છે અને તેઓના દાગીનાનો ઉપાડ તેઓના રીટેલ દુકાનદારો પુષ્કળ પ્રમાણમાં દાગીના ખરીદે છે. શો-રૂમમાં  ઘરાકી સાધારણ છે  પરંતુ ગુડી પડવા બાદ  ઘરાકી નીકળશે અને અખાત્રીજમાં ભાવો ઉંચકાશે.

જાુના સોનાના દાગીનાની આવક સાધારણ છે અને બજારમાં આવતા દાણચોરીના સોનાની કસ્ટમ તથા ડીઆઈઆઈ દ્વારા તપાસ થતા બજારમાં  એક પ્રકારના   સોપો પડયો છે અને વગર બિલમાં  વેપારીઓ માલ વેચતા ગભરાટ અનુભવે છે.

સોનાની માંગ નીકળતા સોનું  ઉંચકાશે. આ વર્ષે  સોનાનો ભાવ ઉછળશે અને રૂ.૩૩૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ દેખાડશે. સ્થાનિક ચાંદીના દર અઠવાડિયા દરમિયાન રૂ.૬૦૦ પ્રતિ કિલો ઘટાડો દાખવે છે. ચાંદી ઉંચામાં રૂ.૩૯૧૦૦ અને નીચામાં રૂ.૩૮૪૦૦ પ્રતિ કિલો કવોટ થતા હતા. ચાંદીના વેપારમાં  નિરસતા દેખાતી હતી.

કારણ કે રોજરોજ ચાંદીના ભાવમાં  ઘસારો નોંધાયો અને વેપારીઓ જે ભાવે ખરીદતા તેમાંથી રૂ.૧૦૦ બીજે દિવસે ઘટતા તેઓ પાસે  ઉંચા ભાવનો સ્ટોક રહેતો હતો. ચાંદીના આયાતકારો વાયદા બજારથી રૂ.૨૦૦ પ્રતિ કિલોના ભાવ ફેરફારે ચાંદી વેંચી રહ્યા છે. વાયદા બજારમાં સટ્ટોડિયાઓ દરેક ભાવે લેણ કરીને પોતાની પોઝીશન વધારી રહ્યા છે. તેઓ માને છે કે  ગુડી પડવા પછી વાયદા બજારમાં મોટો સુધારો આવશે.

શો-રૂમમાં ઘરાકી સાધારણ છે. જૂની ચાંદીની આવક ઘટી રહી છે અને એવા દિવસો આવશે કે બજારમાં જાુની ચાંદીની આવક નહિંવત  રહેશે.  

એકંદરે ચાંદીમાં મોટી તેજી નથી  પણ ચાંદીના ભાવો રૂ.૩૮૫૦૦થી રૂ.૩૯૮૦૦ પ્રતિ કિલો વચ્ચે અથડાશે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OXTV6j
via Latest Gujarati News

Post a Comment

0 Comments