નવી દિલ્હી તા.12 એપ્રિલ 2019 શુક્રવાર
ભારતીય લશ્કરની ત્રણે પા્ંખના નિવૃત્ત સેનાધ્યક્ષોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા એક પત્રમાં એવી વિનંતી કરી હતી કે સંસદીય ચૂંટણી પ્રસંગે નેતાઓ દ્વારા લશ્કરનો ઉલ્લેખ ભાષણોમાં કરાય છે એને અટકાવો.
કેન્દ્રમાં પ્રધાનપદ ભોગવી રહેલા વીકે સિંઘે હજુ બે ત્રણ દિવસ પહેલાંજ આવું જાહેરમાં કહ્યં હતું કે ભારતી.ય લશ્કર સદાય રાજકારણથી દૂર રહ્યું છે. એને રાજકારણમાં ઘસડો નહીં. સેના જે કામ કરે છે એ એની ફરજનો એક ભાગ છે. લશ્કરે કરેલી કામગીરીનો યશ કોઇ નેતા કે રાજકીય પક્ષ લઇ શકે નહીં.
ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે ભારતીય લશ્કરના જવાનો માટે તમારો મત આપજો. એવોજ ઉલ્લેખ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં કર્યો હતો.
તરત ચૂંટણી પંચે પણ આ ભાષણ સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે નિવૃત્ત સેનાધ્યક્ષોએ લશ્કરની ત્રણે પાંખના બંધારણીય વડા એવા રાષ્ટ્રપતિને પત્ર લખીને આ પ્રકારનાં ભાષણો અટકાવવાની વિનંતી કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G5thEA
via Latest Gujarati News
0 Comments