નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019 શુક્રવાર
ઈલેક્ટોરલ બૉન્ડ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. SCના ચુકાદા હેઠળ તમામ રાજકીય દળોએ બૉન્ડ વિશે જાણકારી આપવી પડશે. તમામ દળોએ 15 મે સુધી મળેલા ઈલેક્ટોરલ બૉન્ડની જાણકારી સીલબંધ પત્રમાં 30 મે સુધી ચૂંટણી પંચને સોંપવામાં આવશે. આ જાણકારીમાં ફંડ આપનારનો રિપોર્ટ પણ આપવો પડશે.
અગાઉ ચૂંટણી સુધી હસ્તક્ષેપ નહીં કરવાની કેન્દ્રની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યુ હતુ કે જો પારદર્શી રાજકીય ફંડ માટે શરૂ કરવામાં આવેલા ચૂંટણી બોન્ડના ખરીદનારની ઓળખ નથી તો ચૂંટણીમાં કાળાધન પર અંકુશ લગાવવાનો સરકારનો પ્રયત્ન નિરર્થક થશે.
સુપ્રીમ કોર્ટે એક NGOની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો. જેનાથી આ યોજનાની માન્યતાને પડકાર આપ્યો છે અને માગ કરી છે કે ચૂંટણી બૉન્ડ રજૂ કરવા પર રોક લગાવવામાં આવે અથવા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ફાળો આપનારના નામ સાર્વજનિક કરવામાં આવે.
કેન્દ્રએ સમર્થન કર્યુ કે આની પાછળનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં કાળાધાનનો ઉપયોગ ખતમ કરવાનો છે અને ન્યાયાલયને આ બાબતે હસ્તક્ષેપ કરવા ના પાડી. કેન્દ્રએ કોર્ટને કહ્યુ હતુ કે તે ચૂંટણી બાદ એ વાત પર વિચાર કરે કે આને કામ કર્યુ છે કે નહીં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GiimZi
via Latest Gujarati News
0 Comments