નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019 શુક્રવાર
પ્રથમ ચરણના મતદાન દરમિયાન થયેલી હિંસામાં સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને મુખ્ય વિપક્ષી દળ વાઈએસઆર કોંગ્રેસના એક-એક કાર્યકર્તાની મૃત્યુ થઈ ગયુ હતુ. પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 લોકસભા અને 175 વિધાનસભા બેઠકો પર ગુરુવારે મતદાન સંપન્ન થયુ.
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં ચૂંટણી હિંસા બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. અહીંના તાડીપત્રી વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી અને શાંતિ કાયમ કરવા માટે સુરક્ષાદળોની તૈનાતી પણ કરવામાં આવી છે.
ગુરુવારે પ્રથમ ચરણના મતદાન દરમિયાન થયેલી હિંસામાં સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી અને મુખ્ય વિપક્ષી દળ વાઈએસઆર કોંગ્રેસના એક-એક કાર્યકર્તાનુ મોત નીપજ્યુ હતુ.
પોલીસે કહ્યુ કે હિંસા બપોરે તાડપત્રી વિધાનસભા વિસ્તાર અંતર્ગત વીરાપુરમ ગામમાં થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીના પુલ્લા રેડ્ડી અને ટીડીપીના સિદ્દા ભાસ્કર રેડ્ડી તરીકે થઈ હતી. ટીડીપી અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પોતાની પાર્ટીના કાર્યકર્તાના મોતની નિંદા કરી અને વાઈએસઆર કોંગ્રેસ પર ચૂંટણી જીતવા માટે હિંસા કરવાનો આરોપ લગાવ્યો.
મુખ્યમંત્રી નાયડુના આરોપો પર પલટવાર કરતા વાઈએસઆર કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સ્થાનિક ટીડીપી સાંસદ જે સી દિવાકર રેડ્ડી અને તેમના ધારાસભ્ય ભાઈ જે સી પ્રભાકર રેડ્ડીએ વીરાપુરમમાં એક પોલિંગ બૂથ પર ગડબડી કરવાનો પ્રયત્ન કર્યો. વાઈએસઆર કોંગ્રેસે દાવો કર્યો કે પુલ્લા રેડ્ડી પર ધારદાર હથિયારથી હુમલો કરાયો જેનાથી તેમનું મોત થઈ ગયુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uw2N9t
via Latest Gujarati News
0 Comments