ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપના પ્રવક્તા નરસિંહ રાવ પર જૂતુ ફેંકાયુ

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019 ગુરુવાર

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સતત પ્રેસને માહિતી આપવા આજે પણ ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ અચાનક ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ અને ભૂપેન્દ્ર યાદવ પર જૂતુ ફેંક્યુ.

જે સમયે બંને નેતા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. તે સમયે આ શખ્સે જૂતા ફેંક્યા. જે બાદ સેનાએ આ શખ્સને પકડ્યો અને બહાર લઈ ગયા. અત્યાર સુધી એ જાણ થઈ નહીં કે આ શખ્સ કોણ હતો. જૂતા ફેંકનારની પોલીસે ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v76EdU
via Latest Gujarati News

Post a Comment

0 Comments