
લોસ એંજલ્સ તા.18 એપ્રિલ 2019, ગુરુવાર
જગવિખ્યાત સ્ટુડિયો વોર્નર બ્રધર્સ અને ધ ન્યૂ લાઇને હોલિવૂડની મોખરાની સ્ક્રીનપ્લે રાઇટર એકેલા કૂપરને ધ નન ફિલ્મની સિક્વલની સ્ક્રીપ્ટ તૈયાર કરવા માટે સાઇન કરી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
ડેડલાઇન ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ લ્યૂક કેજની લેખિકા એકેલા કૂપરે ગયા વરસે હિટ નીવડેલી જેમ્સ વાનની ધ કોન્જ્યુરીંગ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઑફિસ પર હિટ સાબિત થઇ હતી.
હોરર જોનરમાં કૂપરનું નામ મોખરે છે. અગાઉ એણે અમેરિકન હોરર સ્ટોરી અને હેલ ફેસ્ટ જેવી ફિલ્મોની સ્ક્રીપ્ટ પણ લખી હતી. એને હોરરની જબરી ફાવટ છે. દર્શકને એની બેઠક પર જકડી રાખે એવી હોરર સ્ટોરી લખવા માટે એ પંકાયેલી છે.
એની લખેલી પાંચેક સ્ક્રીપ્ટ્સ પર આધારિત ફિલ્મોએ ટિકિટબારી પર ટંકશાળ સર્જી હતી. હવે એ ધ નનની સિક્વલની સ્ક્રીપ્ટ લખી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZlKkLh
via Latest Gujarati News
0 Comments