યૂનેસ્કોની હેરિટેજ સાઈટમાં ભારતની આ 15 જગ્યાઓનો સમાવેશ


નવી દિલ્હી, 18 એપ્રિલ 2019, ગુરુવાર

દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરી લોકોને દુનિયાની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક ધરોહર પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે જે પોતાની ખાસિયતોના કારણે યૂનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં સ્થાન પામી છે. યૂનેસ્કોની આ યાદીમાં કુલ 878 જગ્યાઓનો સમાવેશ થાય છે. પરંતુ આજે આપણે જાણીએ કે આ યાદીમાં ભારતના કયા 15 સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ભારતના સુંદર તાજમહેલ સહિત કુલ 37 જગ્યાઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

તાજમહેલ

તાજમહેલની સુંદરતા જોવા દુનિયાભરમાંથી લોકો આવે છે. મુગલ શાસક શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓમાં પણ સ્થાન પામ્યું છે. આગરા તાજમહેલના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. 

ખજુરાહો

ખજુરાહોમાં મંદિરોની ત્રણ શ્રેણી છે અને તેમાં કુલ 25 મંદિર છે. દરેક મંદિર પર માણસના જન્મથી લઈ મરણ સુધીની અવસ્થાની કલાકૃતિઓ જોવા મળે છે. મંદિરના પરિસર, દિવાલ, ગુંબજમાં બારીક નક્કાશી જોવા મળે છે. આ કલાકૃતિ ખજુરાહોની ઓળખ છે. 

હંપી

કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં આવેલું હંપી દુનિયાભરમાં શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળ તરીકે સ્થાન ધરાવે છે. હંપી 1336થી 1646 વચ્ચે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું. અહીં 1600થી વધારે હિંદૂ મંદિર, મહેલ, કિલા અને સંરક્ષિત પથ્થરોના સ્મારક છે. આ તમામ સ્મારક વાસ્તુકલાની દ્રષ્ટિએ પણ અનોખા છે. 

અજંતા ગુફા

અજંતા ઈલોરાની ગુફા મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેર નજીક આવેલું છે. આ ગુફા મોટા પથ્થરોને કાપીને બનાવવામાં આવી છે. આ બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાઓ પહાડને કાપી અને ઘોડાની નાળના આકારમાં બનાવવામાં આવી છે. આ ગુફાઓને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન પામી છે. 

કાઝીરંગા નેશનલ પાર્ક

1905માં બ્રિટિશ વાયસરાય લોર્ડ કર્જનની પત્નીના આગ્રહના કારણે આ પાર્ક બનાવવામાં આવ્યું. કાઝીરંગા નેશનલ પાર્ક આસામની મોટી વાઈલ્ડ લાઈફ સૈંચુરી છે. આ સ્થાન અનેક પ્રાણીઓ માટે પ્રખ્યાત છે. 

મહાબોધિ મંદિર

બિહારના બોધગયામાં પીપળાના ઝાડ નીચે મહાત્મા બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. હાલ અહીં બૌદ્ધ ભિક્ષુઓને શિક્ષા અને દિક્ષા આપવામાં આવે છે. આ મંદિરની ઊંચાઈ 180 ફૂટ છે.

ફતેહપુર સીકરી

આગરાથી માત્ર 39 કિમી દૂર આવેલું છે ફતેહપુર સીકરી, આ સ્થળ અત્યંત સુંદર છે. 1569માં અકબર રાજાએ આ સ્થાન બનાવ્યું હતું. આ સ્થાન 1571થી 1585 સુધી મુગલોની રાજધાની હતું. 

કોણાર્ક સૂર્ય મંદિર

ઓરિસ્સામાં પુરી જિલ્લાથી લગભગ 23 મીલ દૂર ચંદ્રભાગા નદીના કિનારે આવેલું છે કોણાર્ક સૂર્ય મંદિર. તેની કલ્પના સૂર્યના રથ તરીકે કરવામાં આવી છે. રથમાં 12 જોડી વિશાળ પૈડા છે અને તેને 7 ઘોડા ખેંચે છે. આ મંદિર વાસ્તુકલા માટે પ્રખ્યાત છે. 

રાણીની વાવ

ગુજરાતના પાટણમાં આવેલી રાણીની વાવનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. રાણીની વાવ વાસ્તુશિલ્પિઓની ક્ષમતા દર્શાવે છે. આ મંદિરનો વ્યાસ 10 મીટર છે અને ઊંડાઈ 30 મીટર છે. 

ચાંપાનેર પુરાતાત્વિક ઉદ્યાન

ચાંપાનેર પાવાગઢ પુરાતાત્વિક ઉદ્યાન ઈંડો સારસાનિક વાસ્તુકલાનો ઉત્તમ નમુનો છે. તેમાં વિક્ટોરિયન વાસ્તુકલાની છાપ જોવા મળે છે.

ભીમબેટકા, મધ્યપ્રેદશ

ભીમબેટકામાં અનેક અદ્ભુત ગુફાઓ છે જે શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે તેનો સંબંધ મધ્ય પાષાણ કાળ સાથે છે. ભીમબેટકાનો સંબંધ મહાભારતના ભીમ સાથે પણ હોવાનું માનવામાં આવે છે.

કેવલાદેવ નેશનલ પાર્ક

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આવેલુ કેવલાદેવ અત્યંત સુંદર બર્ડ સેંચુરી છે. અહીં રંગબેરંગી પક્ષીઓનો કલરવ પ્રવાસીઓને આકર્ષે છે. અહીં અફઘાનિસ્તાન, તુર્કી, ચીનથી આવેલા પક્ષીઓ પણ જોવા મળે છે. 

નંદા દેવી નેશનલ પાર્ક

શાનદાર પર્વત, લીલોતરી અને જીવજંતુઓના કારણે અદ્ભુત બને છે નંદા દેવી નેશનલ પાર્કનો નજારો. સમુદ્રની સપાટીથી 3500 મીટરની ઊંચાઈ પર આવેલું છે આ સ્થળ. બ્રહ્મ કમલ અને ભરલ આ પાર્કની શોભા વધારે છે. આ પાર્ક ઉત્તરાખંડમાં આવેલું છે. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VP5M9f
via Latest Gujarati News

Post a Comment

0 Comments