ત્રણે જણનું બોન્ડિંગ એક સપના જેવું લાગે છે : નીક જોનસ


લોસ એંજલ્સ તા.18  એપ્રિલ 2019, ગુરુવાર

ગાયક અભિનેતા નીક જોનસે પોતાના મોટાભાઇ ડેનિયલ અને એની પત્ની સોફી સાથે પ્રિયંકાને દૂધમાં સાકર ભળે ેમ ભળી ગયેલી જોઇને લખ્યુ ંહતું કે આ ત્રણે જણનું બોન્ડિંગ તો સપના જેવું લાગે છે...

એન્ટરટેઇનમેન્ટ ટુ નાઇટ ટીવી શોમાં હાજરી આપીને બોલતાં નીકે આ ત્રણેની આત્મીયતા વિશે જાહેરમાં વાત કરી હતી. એણે કહ્યું કે અમારા બંને ભાઇઓ વચ્ચે જે પ્રકારની આત્મીયતા છે એેવી જ આત્મીયતા પ્રિયંકાએ સોફી સાથે પણ કેળવી લીધી છે. ડેનિયલ, સોફી અને પ્રિયંકાની ત્રિપુટી જે રીતે એક થઇ ચૂકી છે એ મને સપના જેવી લાગે છે.

પ્રિયંકા માત્ર ટોચની અભિનેત્રી નથી. એ અચ્છી ગાયિકા પણ છે અને અત્યાર પહેલાં એક કરતાં વધુ હિટ આલ્બમો ગાયિકા તરીકે આપી ચૂકી છે એટલે નીક જોનસ અને એનાં ભાઇ-ભાભી સાથે સંવાદ સાધતાં એને જરાય સમય લાગ્યો નહોતો. આમેય ભારતીય નારી સાસરામાં જતાં વેંત સૌને પોતાના કરી લેવાની કુનેહ ધરાવે છે એ હકીકત જગજાહેર છે. નીક જોનસ પ્રિયંકાની આ આવડત પર વારી ગયો હતો એમ એના આ ટીવી ઇન્ટરવ્યૂ પરથી લાગ્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xog54u
via Latest Gujarati News

Post a Comment

0 Comments