(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
વેપારી વર્ગને આકર્ષવા માટે વડાપ્રધાન મોદીએ વેપારીઓને ગેરંટી વગર ૫૦ લાખની લોન, ૧૦ લાખના અકસ્માત વીમાનું વચન આપ્યું છે.
વેપારીઓના સંમેલનને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં ફરીથી ભાજપની સરકાર આવશે તો જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓને ૫૦ લાખ સુધીની લોન, ૧૦ લાખનો અકસ્માત વીમો ઉપરાંત ક્રેડિટ કાર્ડ, પેન્શન આપવામાં આવશે.
આ સંમેલનમાં મોદીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ કોંગ્રેસ વેપારીઓને ચોર ગણાવે છે. કેન્દ્રની ભાજપ સરકાર વેપારીઓ સાથે ઉભી છે. વેપારીઓની સમસ્યા દૂર કરવા માટે ચૂંટણી પછી નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડની રચના કરવામાં આવશે.
મોદીએ વધુમાં જણાવ્યું છે કે વિરોધ પક્ષે પોતાના ૭૦ વર્ષના શાસનમાં બિઝનેસમેનોનું ફક્ત અપમાન જ કર્યુ છે. આટલું ઓછું હોય તેમ તમને ચોર ગણે છે. શું કોંગ્રેસને ખબર નથી કે દેશના અર્થતંત્રના વિકાસમાં નાના વેપારીઓનો શું ફાળો છે?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PgobcE
via Latest Gujarati News
0 Comments