(પીટીઆઇ) રાયચુર/ ચિક્કોડી(કર્ણાટક), તા. ૧૯
દેશના લોકોએ વડાપ્રધાન મોદીને હટાવવાનું નક્કી કરી લીધું છે તેમ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં જન સભા દરમિયાન જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે.
રાહુલે વડાપ્રધાન મોદીની ટીકા કરતા જણાવ્યું હતું કે પોતાના ગુરૃ એલ કે અડવાણીને હાંસિયામાં ધકેલવા બદલ મોદીને શરમ આવવી જોઇએ.
રાહુલ ગાંધીએ આજે ઉતેતર કર્ણાટકના રાયચુર અને ચિક્કોડીમાં જન સભા સંબોધી હતી. આ બંને વિસ્તારમાં ત્રીજા તબક્કા હેઠળ ૨૩ એપ્રિલે મતદાન થશે.
આ સભાઓમાં રાહુલે જણાવ્યું હતું કે લોકોએ નક્કી કરી લીધું છે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ અને સમગ્ર દેશમાં ભાજપ સામે લડનારાઓને જીતાડવાનું નક્કી કરી લીધું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2va5HkY
via Latest Gujarati News
0 Comments