મુંબઈ,તા. 19 એપ્રિલ, 2019, શુક્રવાર
મુંબઈ તેલ-બિયાં બજાર આજે સિંગતેલના ભાવ ઉંચા બોલાયા હતા. મથકોના સમાચાર પ્રોત્સાહક હતા. સિંગદાણામાં ઉત્પાદક મથકોએ દરિયાપારની નિકાસ પૂછપરછો તથા માગ ખાસ્સી વધ્યાના વાવડ હતા. સિંગદાણામાં હાલ ઓલ ઈન્ડિયા ધોરણે દૈનિક સરેરાશઆવકો માંડ દોઢથી પોણા બે લાખ ગુણી જેટલી આવી રહી છે. આવકો અપેક્ષાથી ઓછી રહીછે સામ નિકાસકારોની ખરીદી વધી છે. લોકલ માગપણ નિકળી છે. આના પગલે સિંગદાણાના ભાવઉંચા બોલાતા થયાનું બજારે જણાવ્યું હતું.
નવી મુંબઈ સિંગદાણા બજારમાં હાજરભાવ વધી કિવ.ના બોલ્ડ માલોના જાતવાર રૂ.૬૬૦૦થી ૬૭૦૦ તથા ઉંચામાં ભાવ ૭૧૦૦થી ૭૨૦૦ હતા જ્યારે ૫૦-૬૦ કાઉન્ટના ભાવ વધી રૂ.૯૪૦૦ તથા ૬૦-૭૦ના રૂ.૮૮૦૦ હતા જ્યારે ૭૦-૮૦ના ભાવ રૂ.૮૭૫૦થી ૮૮૦૦ તથા ૮૦-૯૦ના રૂ.૮૪૦૦ બોલાયા હતા. સિંગદાણામાં આગળઉપર મેમહિનામાં ઉનાળુ પાકની નવી આવકો ઉત્પાદક મથકોએ વધવાની શક્યતા બતાવી રહ્યા હતા.
દરમિયાન, મુંબઈહાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૯૯૦થી ૯૯૫ હતા રાજકોટ બાજુ ભાવ રૂ.૯૬૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૯૯૦થી ૯૯૫ હતા રાજકોટ બાજુ ભાવ રૂ.૯૬૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૪૦થી ૧૫૬૦ રહ્યા હતા ત્યાં કોટન વોશ્ડના ભાવ ૭૦૪થી ૭૦૬ વાળા વધુ વધી રૂ.૭૧૦થી ૭૧૩ હતા મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવઆજે રૂ.૭૫૦ના મથાળે મક્કમ હતા.
દરમિયાન કેન્દ્ર સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સ.ના દર ૧૯મી એપ્રિલથી અમલમાં આવે એ રીતે રૂ.૬૯.૪૫ વાળા વધી રૂ.૭૦.૪૦ કર્યાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા. આના પગલે ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી હોવાનું બજારે જણાવ્યું હતું. આના પગલેદેશમાં આયાત થતા ક્રૂડ પામ ઓઈલ સીપીઓની અસરકારક આયાત જકાત ટનના આશરે રૂ.૨૨થી ૨૨૬ વદી છે જ્યારે પામોલીનની આયાત જકાત ટનના ૨૬૯થી ૨૭૦ જેટલી વધી છે.
સોયાતેલની આયાત જકાત આના પગલે ટનદીઠ આશરે રૂ.૨૫૩થી ૨૫૪ ઉંચી ગઈ છે. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૬૧૨ વાળા ૬૧૪ હતા જ્યારે જેએનપીટીના ભાવ રૂ.૬૦૮ વાળા રૂ.૬૧૦ હતા. પામતેલમાં આજે હવાલા રિસેલમાં વેપારો પાંખા હતા. રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના ખાસ વેપારો ન હતા. સોયાતેલમાં આજે રૂ.૭૩૦ના મથાળે વેપારો થયાના વાવડ હતા.
વિશ્વ બજારમાં મલેશિયામાં પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ધીમો ઘટાડો તથા દૂરની ડિલીવરીમાં ૩,૭ તથા ૭ પોઈન્ટનો સુધારો બતાવતો હતો. જ્યારે પામ પ્રોડકટના ભાવઆજે અઢી ડોલર નરમ હતા. દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૮થી ૩૪ પોઈન્ટ પ્લસમાં હતા જ્યારે ગુડફ્રાઈડેના કારણે આજે પ્રોજેકશનમાં સાંજના ભાવ બંધ હતા. સોયાખોળનો વાયદો ઓવરનાઈટ ૭ પોઈન્ટ નરમ હતોજ્યારે સોયાબીનનો વાયદો ઓવર નાઈટ ૧૨થી ૧૬ પોઈન્ટ પ્લસમાં હતો.
દરમિયાન, વિશ્વબજારમાં સનફલાવરના ભાવ કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના વધી ૭૨૨.૫૦થી ૭૨૭.૫૦ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે જેએનપીટીના ભાવ સનફલાવરના કાચાતેલના રેડીના રૂ.૭૧૦, મેના રૂ.૭૧૫ તથા જૂનના રૂ.૭૧૫ હતા. સનફલાવર રિફા.ના ભાવ જેએનપીટીના રેડીના રૂ.૭૬૫, મેના ૭૬૫ તથા જૂનના રૂ.૭૧૫ હતા જ્યારે સનફલાવર રિફા.ના ભાવ રૂ.૭૭૦ રેડી ડિલીવરીના બોલાયા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZqR3nx
via Latest Gujarati News
0 Comments