રિટર્ન્સ ફાઈલ નહીં કરવા બદલ બે કરોડ કરદાતા વિરુદ્ધ આવક વેરા વિભાગની કાર્યવાહી

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ, 2019, શુક્રવાર

આવક વેરા રિટર્ન્સ  ફાઈલ નહીં કરનારા કરદાતાઓ પાસેથી પેનલ્ટી વસૂલવા ૩૦ જુન સુધીમાં કાર્યવાહી હાથ ધરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિઝ ે (સીબીડીટી) આવક વેરા વિભાગને નિર્દેશ કર્યો છે. આઈટી  વિભાગની નોન - ફાઈલર મોનિટરિંગ સિસ્ટમ પ્રમાણે, ૨૦૧૩થી ૨૦૧૭ના ગાળામાં ૨.૦૪ કરોડ કરદાતાના ડેટા મેળવાયા છે જેમણે રિટર્ન્સ ફાઈલ કર્યા નથી. 

રિટર્ન ફાઈલ નહીં કરનારા દરેકને અમે નોટિસ પાઠવી રહ્યા છીએ અને સંબંધિત કેસમાં તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરાશે એમ આવક વેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. 

સામાન્ય રીતે આવા કિસ્સામાં આવક વેરા ધારાની કલમ ૨૭૧એફ હેઠળ નોટિસ ફટકારવામાં આવે છે અને લેટ ફાઈલિંગના કિસ્સામાં કલમ ૨૩૪ હેઠળ નોટિસ બજાવવામાં આવે છે. જો કોઈ કરદાતા ૩૧ ઓગસ્ટ બાદ પરંતુ ૩૧ ડિસેમ્બર પહેલા રિટર્ન ફાઈલ કરે તો તેને રૂપિયા ૫૦૦૦ની પેનલ્ટી લાગુ થાય છે. ત્યારબાદ રિટર્ન ફાઈલ કરનારા કરદાતાને રૂપિયા ૧૦,૦૦૦ની પેનલ્ટી લાગે છે. 

જો કે જે કરદાતાની કુલ આવક રૂપિયા ૫ાંચ લાખથી વધુ નથી હોતી તેમની માટે પેનલ્ટીની રકમ રૂપિયા ૧૦૦૦ રાખવામાં આવી છે. પ્રાપ્ત આંકડાઓને આધારે વેરા વિભાગે પગલાં લેવાનું શરૂ કર્યું છે. 

વેરા મારફતની આવક વધારવાના ભાગરૂપ આ કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UnWMGM
via Latest Gujarati News

Post a Comment

0 Comments