અમદાવાદ, તા. 19 એપ્રિલ, 2019, શુક્રવાર
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ચાર માસમાં એટલે કે અત્યાર સુધી મૂડીબજારમાં આઇપીઓ લાવનાર કંપનીના શેરોમાં તેના ઇશ્યુ પ્રાઇસથી ઉંચા મથાળે ટ્રેડિંગ થઈ રહ્યું છે. આમ, રોકાણકારોને ફાયદો થતા તેઓ પુનઃ આઇપીઓ તરફ વળ્યા છે.
ઉપલબ્ધ ડેટા મુજબ ચાલુ વર્ષે અત્યાર સુધી શેરબજારના મેઇન બોર્ડ પર સાત કંપનીઓનું લિસ્ટિંગ થયું છે. આમ, સાત આઇપીઓમાંથી છ કંપનીના શેરોમાં તેના ઇશ્યુ પ્રાઇઝથી ઉંચા ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું છે. જે પૈકી સરકાર હસ્તકની તાજેતરમાં લિસ્ટેડ થયેલ રેલ વિકાસ નિગમના શેરમાં સૌથી વધુ વળતર મળ્યું છે.
જ્યારે સરકાર હસ્તકની અન્ય એક કંપની એમએસટીસીમાં નેગેટીવ વળતર મળ્યું છે.
આ સમયગાળા દરમ્યાન એસએમઇ પ્લેટફોર્મ પર ૧૦ કંપનીઓના એસએમઇ ઇશ્યુ આવ્યા હતા જે પૈકી પાંચ કંપનીમાં પોઝીટીવ અને પાંચમાં નેગેટીવ વળતર મળ્યું છે.
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ચાર માસ દરમિયાન આઇપીઓ થકી રૃા. ૯૫૯૧.૭૧ કરોડનું ભંડોળ ઉભું કરાયું હતું. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન આઇપીઓ થકી રૃા. ૧૮૪૩૫.૬૬ કરોડ ઉભા કરાયા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZpxEDs
via Latest Gujarati News
0 Comments