ઓનલાઈન રિટેલ માર્કેટ 2030 સુધીમાં 170 અબજ ડોલર પર પહોંચશે

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ, 2019, શુક્રવાર

નાણાં વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશનું ઓનલાઈન રિટેલ ૨૩ ટકાના ચક્રવૃદ્ધિ જેટલા ઝડપી દરે  વધીને ૧૭૦ અબજ ડોલરની સપાટી સર કરશે એવી અપેક્ષા રખાઈ રહી છે. 

ભારતમાં ઓનલાઈન રિટેલ જે હાલમાં કુલ સંગઠીત  રિટેલ બજારનો ૨૫ ટકા બજાર હિસ્સો ધરાવે છે તે ૨૦૩૦ સુધીમાં કુલ સંગઠીત રિટેલમાં ૩૭ ટકા હિસ્સો ધરાવતું થઈ જવાની એક રિપોર્ટમાં શકયતા વ્યકત કરવામાં આવી છે. હાલમાં કુલ ઓનલાઈન રિટેલનો આંક ૧૮ અબજ ડોલરનો હોવાનો અંદાજ છે. હાલમાં એક વ્યક્તિ ઓનલાઈન રૂપિયા ૧૨૮૦૦ની ખરીદી કરે છે તે ૨૦૩૦ સુધીમાં રૂપિયા ૨૫૧૩૮ સુધી પહોંચી જવા ધારણાં છે. 

જંગી ડિસ્કાઉન્ટસ અને કેશબેક ઓફરોને કારણે ઈલેકટ્રોનિકસ ચીજવસ્તુઓ હાજર રિટેલરો કરતા ઓનલાઈન વધુ ખરીદાઈ રહી છે. દેશમાં એપરલ અને ઈલેકટ્રોનિકસ ઘણાં લાંબા સમયથી ઓનલાઈન બજાર ધરાવતા થયા છે તેમાં હવે ગ્રોસરીનો પણ ધીમી ગતિએ ઉમેરો થઈ રહ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. જંગી ડિસ્કાઉન્ટિંગ અને ખરીદીમાં સાનુકૂળતાને કારણે ઓનલાઈન માર્કટમાં આકર્ષણ વધી રહ્યું છે. જો કે ગ્રોસરીની ઓનલાઈન ખરીદીનું વિસ્તરણ ઘણું જ ધીમી ગતિએ થઈ રહ્યું છે. 

જો કે ઓનલાઈન ખરીદીમાં પ્રોડકટની કવોલિટી હજુપણ ચિંતાનો વિષય રહ્યો છે. ખાસ કરીને પરફ્યુમ્સ અને કોસ્મેટિકસમાં બનાવટી માલ પધરાવાતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UoIm9j
via Latest Gujarati News

Post a Comment

0 Comments