ક્રૂડના ભાવ ફરી ઉંચકાઈ 72 ડોલર નજીક પહોંચ્યા : બંધ બજારે ડોલર વધ્યો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 19 એપ્રિલ, 2019, શુક્રવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  બુલીયન બજાર  ગુડફ્રાઈડે નિમિત્તે બંધ રહી હતી.   વિશ્વમાં અમેરિકા તથા  યુરોપના બજારો પણ બંધ રહેતાં   દરિયાપારના  નવા સમાચારો ગેરહાજર હતા  તેના પગલે  ઘરઆંગણે બજારમાં વેપારો પાંખા તથા હોલીડે મુડ જેવી  સ્થિતિ દખાઈ હતી. દરમિયાનબંધ બજારે આજે  ચાંદીના ભાવ શાંત હતા.  કરન્સી બજારમાં  બંધ બજારે રૂપિયા સામે  ડોલરના ભાવ રૂ.૬૯.૩૪ વાળા વધી ૬૯.૪૪ થી૬૯.૪૫થઈ સાંજે ભાવ ૬૯.૩૯થી ૬૯.૪૦  બોલાયા હતા.

વિશ્વ બજારના  સમાચારમુજબ અમેરિકામાં  જોબલેસ  કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ વધુ ઘટીને ૫૦ વર્ષની નવી નીચી સપાટીએ ઉતરી ગયા હતા.  ત્યાં બેરોજગારીના દાવાઓ ઘટતાં  જોબ માર્કેટ મજબૂત બન્યાના  સંકેતો હતા તેના  પગલે વિશ્વ બજારમાં  ડોલરના ભાવ મક્કમ રહ્યા હતા.

અમેરિકામાં રિટેલ સેલમાં પણ  ખાસ્સી વૃદ્ધિ થતાં દોઢ વર્ષનો  રેકોર્ડ તૂટયાના   વાવડ હતા.   બેરોજગારીના દાવાઓ  ૨ લાખ પાંચ હજાર આવવાની અપેક્ષા હતી તેના બદલે ત્યાં આવા દાવાઓ  પાછલા આંકડા કરતાં પાંચ હજાર ઘટી  ૧ લાખ ૯૨હજાર આવ્યા છે.  આના પગલે આવા  દાવાઓ ઘટી ૫૦ વર્ષના  તળિયે ઉતર્યા છે. આવા દાવાઓ છેલ્લે સપ્ટેમ્બર૧૯૬૯માં જોવા મળ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં  સોનાના ભાવસાંજે ઔંશના  ૧૨૭૫.૫૦થી  ૧૨૭૫.૬૦  ડોલર હતા. ચાંદીના ભાવ સાંજે  ૧૪.૯૮થી  ૧૪.૯૯  ડોલર હતા. મુંબઈ બજારમાં બંધબજારે સોનાના ભાવ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના  રૂ.૩૧૩૭૫થી ૩૧૪૦૦ તથા   ૯૯.૯૦ના ભાવ  રૂ.૩૧૫૨૫થી ૩૧૫૫૦  બોલાયા હતા.   જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા  હતા.  મુંબઈ બજારમાં  ચાંદીના ભાવ કિલોના  ૯૯૯ના જીએસટી વગર  ૩૭૩૦૦ તથા જીએસટી સાથેના ભાવ  રૂ.૩૮૫૦૦ બોલાતા હતા.   

વિશ્વ બજારમાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વધી  આવ્યા હતા.    સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના જણાવ્યા મુજબ  ૨૦૧૯ તથા  ૨૦૨૦ના વર્ષમાં વૈશ્વિક સ્તરે   પેલેડીયમમાં સપ્લાય ડેફીસીટ  વધવાની  શક્યતા   બતાવાઈ છે. વિશ્વબજારમાંપેલેડીયમના ભાવ વધી ઔંશના  ૧૪૦૦ ડોલર વટાવી ૧૪૨૫.૧૦થી ૧૪૨૫.૨૦  ડોલર હતા. પ્લેટીનમના ભાવ પણ વધી  ઔશના   ૯૦૦ ડોલર કુદાવી આજે ૯૦૩થી ૯૦૩.૧૦  ડોલર હતા.

ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં  આંચકા પચાવી ફરી વધી બ્રેન્ટક્રૂડના  બેરલના ૭૨ડોલર નજીક ૭૧.૯૭ ડોલર રહ્યા હતા. ન્યુયોર્કના ભાવ ફરી વધી ૬૪ ડોલરને આંબી ગયા હતા.  કોપરના ભાવ ઉંચે  નરમ હતા. ન્યુયોર્ક કોપર વાયદો  ગબડી છેલ્લે ૧.૫૦થી ૧.૬૦  ટકા માઈનસમાં  રહ્યા હતા. લંડન બજારમાં  કોપરના ભાવ ઉંચેથી  ઘટી ટનના ૩ મહિનાની ડિલીવરીના ૬૫૦૦ ડોલરની અંદર બોલાતા  થયા હતા ચીનના શેરબજારો   જોકેઆજે  ઉંચા બોલાયા  હતા.

દરમિયાન અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મતભેદો ફરી સપાટીએ આવ્યા  છે.  નોર્થ કોરિયાએ  ફરી એક નવા વેપનનું  ટેસ્ટ  ફાયર કર્યું   છે. આવા માહોલમાંહવે પછી  અમેરિકા  અને ચીન વચ્ચેની વેપાર  મંત્રણાઓ કેવી આગળ વધે  છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની   નજર રહી છે. દરમિયાન,  જાપાનમાં ૮-૧૦દિવસની લાંબી  રજાઓ પૂર્વે ત્યાં સરકારે  બોન્ડ ખરીદીમાં  કાપ મૂકવાનો નિર્ણય કર્યાના સમાચાર હતા.   આ નિર્ણયની વિશ્વના બજારો પર આવતા સપ્તાહમાં અસર જોવામળે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZmteNx
via Latest Gujarati News

Post a Comment

0 Comments