નવી દિલ્હી,તા. 28. એપ્રિલ 2019 રવિવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ સામે ભોપાલ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર તમામની નજર છે.
પોતાના નિવેદનોથી અવાર નવાર ચર્ચામાં રહેતી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર હવે ઉમા ભારતીએ મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે,સાધ્વી પ્રજ્ઞા બહુ મહાન સંત છે અને તેમની સામે તો હું બહુ સાધારણ પ્રાણી છું.
ઉમા ભારતીના આ નિવેદનને લઈને મધ્યપ્રદેશના રાજકારણમાં તરેહ તરેહની અટકળો થઈ રહી છે.ઉમા ભારતી ખજૂરાહો બેઠક પર ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને સાધ્વી પ્રજ્ઞા શું ઉમા ભરતીનુ સ્થાન લઈ રહી છે ? તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ઉમા ભારતીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
ઉમા ભારતીએ પોતે આ વખતે ચૂંટણી લડવાની સામેથી ના પાડી દીધી છે.તેઓ ભાજપના કદાવર નેતા છે ત્યારે તેમણે સાધ્વી પ્રજ્ઞા અંગે આપેલા નિવેદનના ઘણા અર્થ નિકળે તે સ્વાભાવિક છે.
ઉમા ભારતી હિન્દુત્વનો ફાયરબ્રાન્ડ ચહેરો ગણાય છે.તો સાધ્વી પ્રજ્ઞા પણ આ ચૂંટણીમાં ભાજપના હિન્દુત્વનો ચહેરો હોવાનુ કહેવાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IMXiwM
via Latest Gujarati News
0 Comments