(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 એપ્રિલ 2019, શનિવાર
કેટરિના કૈફ બહુ જલદી જ સલમાન ખાન સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે. કેટરિના બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સલમાનના સહયોગ વગર તે પોતાના દમ પર ફિલ્મ મેળવી શકતી નથી. કેટરિનાનું હિંદી ભાષા પર પણ પ્રભુત્વ ઓછું છે. થોડા દિવસ પહેલાં તેણે કહ્યું હતું કે, તે હિંદી ભાષા હવે બરાબર શીખી રહી છે.હવે તેને નિર્માત્રી બનવાની ઇચ્છા થઇ છે.
કેટરિનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ''એકટિંગની સાથેસાથે મારે ફિલ્મ નિર્માણનો પણ અનુભવ લેવો છે. મને કન્ટેન્ટના વિકાસમાં પણ રૂચિ છે. તેના માટે હું ઉત્સાહિત છું. મને નિર્માત્રી બનવું છે અને હું એ જવાબદારી લેવા માંગુ છું.''
બોલીવૂડની અભિનેત્રીઓ એકટિંગની સાથેસાથે ફિલ્મ પ્રોડકશનમાં પણ રસ લઇ રહી છે. આ પહેલા અનુષ્કા શર્મા અને દીપિકા પદુકોણ ફિલ્મ નિર્માણ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે આલિયા ભટ્ટ પણ પોતાનું પ્રોડકશન હાઉસ ખોલવાની છે. હવે કેટરિના નિર્માણ ક્ષેત્રમાં ક્યારે ઝંપલાવશે તે તો સમય જ દાખવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WcIoCX
via Latest Gujarati News
0 Comments