(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 એપ્રિલ 2019, શનિવાર
અરબાઝ ખાન અને મલાયકા અરોરાના છૂટાછેડા થઇ ગયાને બે વરસ વીતી ગયા છે. બન્ને પોતપોતાની રીતે જીવનમાં ઠરીઠામ થવાના પ્રયા કરી રહ્યા છે. મલાયકાનું નામ અર્જુન કપૂર સાથે અને અરબાઝનું નામ જ્યોર્જિયાની એન્ડ્રિયા સાથે ચર્ચાઇ રહ્યું છે. કહેવાય છે કે, અરબાઝ આ વિદેશી યુવતી સાથે જ જીવન ગાળવાનું વિચારી રહ્યો છે.
મળેલી વાતને સાચી માનીએ તો, ્રબાઝ ખાન બહુ જલદી જ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની સાથે સગાઇ કરે. ખાન પરિવારને આ બન્નેના સંબંધને અપનાવી લીધો છે. અરબાઝન ોપરિવાર જ્યોર્જિયાને પસંદ કરે છે. મલાયકાથી છૂટાછેડા બાદ અરબાઝ નર્વસ થઇ ગયો હતો અને એવા ટાણે જ્યોર્જિયાએ તેને સંભાળી લીધો છે. જ્યોર્જિયાએ અરબાઝના જીવનમાં ખુશી આણી છે. ૨૨ વર્ષીય નાની યુવતીની કંપની અરબાઝના ચહેરા પર ખુશી લાવી છે.
અરબાઝ અને મલાયકા છૂટા થઇ ગયા છે. પરંતુ જરૂર પડે ત્યારે ફરી તેઓ ભેગા થાય છે.બન્ને એકબીજાના જીવનમાં માથું મારતા નથી. મલાયકા અર્જુન કપૂર સાથે સંસાર વસાવશે તેવું હાલ લાગી રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L7lNXj
via Latest Gujarati News
0 Comments