શિર્ડીમાં ચૂંટણી પ્રચાર સભા વખતે નિતીન ગડકરીને મંચ પર ચક્કર આવ્યા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 27 એપ્રિલ 2019, શનિવાર

લોકસભાની ચૂંટણીના પ્રચાર સભા દરમિયાન ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીની ફરી તબિયત લથડી હતી. શિર્ડી લોકસભા મતદાર ક્ષેત્રમાં શિવસેનાના ઉમેદવાર લોખંડેની પ્રચાર સભામાં સંબોધન કરતી વેળા નિતીન ગડકરીને ચક્કર આવ્યા હતા. ત્યારબાદ તેમને અવસ્થ થતા હોવાનું લાગ્યું હતું. હાલમાં તેમની તબિયત સારી હોવાનું કહેવામાં આવ્યું છે.

આ અગાઉ અહમદનગરમાં રાહુરી કૃષિ વિદ્યાપીઠમાં પદવીદાનના કાર્યક્રમમાં કેન્દ્રના રસ્તા અને પરિવહન વિભાગના પ્રધાન નિતીન ગડકરીને ચક્કર આવ્યા હતા.  કાર્યક્રમમાં લગભગ અડધો કલાક નિતીન ગડકરીએ ભાષણ આપ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમના છેલ્લે રાષ્ટ્રગીત શરૂ થાય તે પૂર્વે નિતીન ગડકરીને ચક્કર આવ્યા હતા. આ વેળા તેમનું બ્લડ પ્રેસર ઘટી ગયું હતું. આથી તેમને ચક્કર આવ્યા હોવાની શક્યતા વર્તાઇ રહી છે.

દરમિયાન નિતીન ગડકરીને ડાયાબીટીસનો ત્રાસ હોવાથી ડોક્ટરોએ તેમને પૂર્વ વિશ્રાંતીની સલાગ આપી હતી. નિતીન ગડકરી હાલ લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં વ્યસ્ત છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IOq3ZZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments