નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2019, બુધવાર
આ વખતે ચોમાસામાં સામાન્યથી ઓછો વરસાદ થવાનું અનુમાન છે. હવામાનનું અનુમાન કરતી સંસ્થા સ્કાઇમેટ વેધરે અનુમાન જાહેર કર્યું છે. સ્કાઇમેટના મેનેજીંગ ડાયરેક્ટર મુજબ પ્રશાંત મહાસાગરમાં તાપમાનમાં થયેલા વધારાના કારણે આ વખતે અલ-નીનોની શક્યતા વધારે છે.
સ્કાઇમેટ પ્રમાણે આ વર્ષે સામાન્યથી ખૂબ વધારે એટલે કે 110%થી વધારે વરસાદની શક્યતા નથી. સામાન્યથી વધું વરસાદની પણ સંભાવના નથી. જ્યારે માત્ર 30% સામાન્ય વરસાદની શક્યતા છે અને 55% સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે અને 15% શક્યતા દુષ્કાળની છે.
સ્કાઇમેટ પ્રમાણે આ વર્ષે જુન દરમિયાન સામાન્યની સરખામણીએ માત્ર 77%, જુલાઇ દરમિયાન 91%, ઓગસ્ટ દરમિયાન 102% અને સપ્ટેમ્બર દરમિયાન 99% વરસાદની શક્યતા જણાય રહી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WJuQ1O
via Latest Gujarati News
0 Comments