પાકિસ્તાન પાસે બદલો લેવા પર દીદીને દર્દ થતું હતું: મોદી


નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2019, બુધવાર

વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જનસભાને સંબોધિત કરતા મમતા બેનર્જી અને તેમની પાર્ટી પર પ્રહાર કર્યા, તેમણે કહ્યું કે, જે લોકો TMCની પેરોલ પર ગુંડાગીરી કરે છે. તેને હું ચેતવવા માંગુ છું કે તેઓ આ બધુ છોડી દે, નહીતર ભાજપની સરકાર આવતા જ તેમને ઠીક કરી દેવામાં આવશે.

તેમણે મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે, બાલાકોટમાં બદલો લઇને જ્યારે આપણાં જવાનો પરત આવ્યા તો રડવાનું બીજા કોઇએ હતું અને બીજા કોઇક રડી રહ્યાં હતા. દર્દ ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવાનું હતું પરંતું દર્દ અહીં કોલકત્તામાં બેસેલી દીદીને થઇ રહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જીને નિશાને લેતા કહ્યું કે, તેમણે પુછ્યું કે મોદીએ શું કર્યું? મોદી પુરાવો આપે. પરંતુ દીદી તો દીદી છે, કિસાન સમ્માન યોજના પર તેમણે પશ્ચિમ બંગાળમાં રોક લગાવી. દીદીએ પશ્ચિમ બંગાળના 70 લાખથી વધારે ખેડુત પરીવારોના વિકાસ પર પણ બ્રેક લગાવી છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UcKkhP
via Latest Gujarati News

Post a Comment

0 Comments