ભારતમાં ખતરનાક સ્તરે વાયુ પ્રદુષણ, 12 લાખ લોકોના થયા મોત


નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2019, બુધવાર

વાયુપ્રદુષમ અંગેના એક વૈશ્વિક રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. 'સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2019' અનુસાર ભારતમાં વર્ષ 2017માં વાયુ પ્રદુષણના કારણે 12 લાખ લોકોના મોત થયાં છે. આ રિપોર્ટ પ્રમાણે વાયુ પ્રદુષણને કારણે વર્ષ 2017માં સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ફેફસાનું કેન્સર કે ફેફસાની જૂની બીમારીઓના કારણે દુનિયામાં લગભગ 50 લાખ લોકોનાં મોત થયા છે

રિપોર્ટ મુજબ કુલ 50 લાખ લોકોના મોત માંથી 30 લાખ લોકોના મોત PM 2.5 સાથે સંકળાયેલા છે અને આ આંકડાના અડધાથી વધારે લોકોના મોતતો માત્ર ભારત અને ચીનમાં થયા છે. વર્ષ 2017માં ભારતમાં 12 લાખ લોકોનું મોત PM 2.5 પ્રદુષણના સ્તરને કારણે થયા છે.

અમેરિકાની હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટીટ્યુટ (HEI) દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ ભારતમાં આરોગ્ય સંબંધિત જોખમને કારણે થતાં મોતનું ત્રીજું સૌથી મોટું કારણ વાયુ પ્રદુષણ અને તે બાદ ધુમ્રપાન છે. આ કારણે વૈશ્વિક આયુષ્ય દરમાં 20 મહિનાનો ઘટાડો થશે અને દક્ષિણ એશિયામાં હાલની સ્થિતિમાં જન્મ લેતા બાળકોનું જીવન અઢી વર્ષ ઘટી જશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FGcXd2
via Latest Gujarati News

Post a Comment

0 Comments