અન્ય ભાષા કરતાં અંગ્રેજી ભાષા વધારે રોકે છે મગજમાં વધારે જગ્યા: શોધ


નવી દિલ્હી, 3 એપ્રિલ 2019, બુધવાર

તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભાષા વ્યક્તિના મગજમાં જગ્યા રોકે છે. અલગ અલગ ભાષાઓની સરખામણીમાં આ જગ્યા સૌથી વધારે અંગ્રેજી ભાષા રોકે છે. શોધકર્તાઓ અનુસાર મગજની 1.5 એમબી જેટલી જગ્યા ખાલી અંગ્રેજી ભાષા રોકે છે. શોધકર્તાઓ આ શોધમાં એ વાત પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો કે અંગ્રેજી ભાષાને મગજમાં સ્ટોર કરવા માટે કેટલા ડેટાની જરૂર પડે છે. 

શોધકર્તાઓ અનુસાર આપણું મગજ શબ્દોને સ્ટોર કરવાની સાથે તેને કેવી રીતે બોલવા તે પદ્ધતિ પણ સ્ટોર કરે છે. એક શબ્દનો બીજા શબ્દ સાથે તાલમેલ કરવો તે પણ મગજનું કામ હોય છે. આ તમામ જાણકારી મગજમાં રહે તે માટે કેટલી જગ્યા જોઈએ છે તે જાણવા માટે આ શોધ કરવામાં આવી હતી. આ શોધ કરવામાં નિષ્ણાંતોએ ગણિતની ઈંફોર્મેશન થિયરી પર કામ કર્યું હતું. 

સંશોધન દરમિયાન લોકોને એક સરખો ઉચ્ચાર થતો હોય તેવા 50 શબ્દો બોલવા માટે કહ્યું. આ રીતે એક શબ્દને સ્ટોર કરવામાં તેમને અંદાજે 15 બિટ્સ લાગ્યા. ત્યારબાદ માણસના મગજના શબ્દકોશનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેમાં એક વ્યક્તિએ અંદાજે 40 હજાર શબ્દોનો પ્રયોગ કર્યો જેમાં 4 લાખ બિટ્સ ડેટાની જરૂર હોવાની વાત સામે આવી. દાખલા તરીકે જો ટર્કી શબ્દ બોલવામાં આવે તો તેને સંબંધિત જે જાણકારી તમારા મગજમાં હશે તેનો તમે જવાબ આપશો. 

આ રીતે થયેલા સર્વેમાં જાણવા મળ્યું કે અલગ અલગ ભાષાની સરખામણીમાં અંગ્રજી ભાષા મગજમાં વધારે જગ્યા રોકે છે. શોધકર્તાઓના જણાવ્યાનુસાર વ્યક્તિ તે ભાષા શીખે છે જે તેને આસપાસથી સાંભળવા મળે છે. જેમકે એક બાળક તે ભાષા આપમેળે શીખી જાય છે જે તે નિયમિત સાંભળે છે. જો કે બાળક આમ કેવી રીતે કરે છે તે વાત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. પરંતુ એક વાત સ્પષ્ટ થઈ છે કે ડિક્શનરીના શબ્દો અને તેની પરિભાષાને મગજમાં સ્ટોર કરવી સરળ નથી. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TN9VJa
via Latest Gujarati News

Post a Comment

0 Comments