નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019, બુધવાર
કોંગ્રેસે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં દેશદ્રોહની કલમ હટાવવાના કરેલા વાયદા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અરુણાચલમાં યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસ પર આ મુદ્દે જોરદાર પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસનો હાથ દેશની સાથે છે કે દેશદ્રોહીઓની સાથે છે?કોંગ્રેસે દેશને ગાળો આપનારાઓ માટે પણ એક યોજના બનાવી છે. ભારતના ટુકડા કરવાના નારા લગાવનારા, આંબેડકરની મૂર્તિઓ તોડનારા અને રાષ્ટ્રધ્વજને સળગાવનારાઓ પ્રત્યે કોંગ્રેસને સહાનૂભૂતિ છે. ભારતના બંધારણમાં વિશ્વાસ નથી તેવા લોકોને પણ બચાવવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે.
તેમણે કહ્યુ હતું કે, કોંગ્રેસનો ઘોષણાપત્ર નહી ઢકોસલાપત્ર છે. આ ચૂંટણી સંકલ્પ સામે સાજિશ, ભ્રષ્ટાચાર સામે ભરોસા વચ્ચેની છે.તમારી પરંપરાઓનુ સન્માન કરનારા અને અપમાન કરનારાઓ વચ્ચે ચૂંટણી યોજાવાની છે.
પીએમ મોદીએ પોતાની સરકારનુ રિપોર્ટ કાર્ડ રજૂ કરતા કહ્યુ હતુ કે, મારી સરકારના કાર્યકાળમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડી છે. ત્રણ કરોડ લોકોના ઘરમાં અજવાળુ થયુ છે. કોંગ્રેસે આ વાયદો 2004માં કર્યો હતો અને 2014માં પણ પુરો કર્યો નહોતો. 18000 ગામડાઓને આવરી લેવાયા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OGlJvY
via Latest Gujarati News
0 Comments