ખબરદાર બોનીજી વિશે એલફેલ બોલ્યા તો : ઊર્વશી રૌતેલા


મુંબઇ તા.3 એપ્રિલ 2019, બુધવાર

સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલી એક વિડિયો ક્લીપ અંગે અભિનેત્રી ઊર્વશી રૌતેલાએ મૌન છોડયું હતું અને સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂરનો બચાવ કર્યો હતો.

વાત ખરેખર રસપ્રદ છે. તાજેતરમાં ફિલ્મ નિર્માતા જયંતીલાલ ગડાના પુત્રનાં લગ્ન હતાં. એ પ્રસંગે બોની કપૂર અને ઊર્વશી ફોટોગ્રાફર્સને પોઝ આપવા ઊભાં હતાં. એ પછી બોનીએ ઊર્વશીના નિતંબ પર ટપલી મારી હતી. કોઇએ આ આખી ઘટનાની વિડિયો ક્લીપ ઊતારીને એ સોશ્યલ મિડિયા પર મૂકી દીધી. 

સૌ કોઇ જાણે છે કે બોની કપૂર અત્યાર સુધીમાં બે વખત પરણી ચૂક્યા છે અને બંને લગ્નથી એમને સંતાનો પણ છે. એમણે ઊર્વશીના નિતંબ પર ટપવલી મારી એ વિશે જાતજાતની ટકોર થતાં સ્વાભાવિક રીતેજ બોની અપસેટ થઇ ગયા હતા. અત્યાર સુધી મૌન સેવનારી ઊર્વશીએ હવે મૌન તોડયું હતું અને બોની કપૂરનો બચાવ કર્યો હતો.

ઊર્વશીએ જે ન્યૂઝ ચેનલ પર આ ક્લીપ દેખાડાઇ અને જે અખબારે આ સમાચાર પ્રગટ કર્યા એનો ઉલ્લેખ સોશ્યલ મિડિયા પર કરતાં લખ્યું, તમે આને સમાચાર કહો છો ? મહિલાઓનું સન્માન ન કરી શકતા હો તો મહિલા ગૌરવની અને મહિલા સશક્તિકરણની વાત તમે કયા મોઢે કરો છો ? 

સ્વાભાવિક રીતેજ પેલી ન્યૂઝ ચેનલે કે અખબારે ઊર્વશી પાસે આવા પ્રતિભાવની અપેક્ષા તો નહીં જ રાખી હોય.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VmRQmE
via Latest Gujarati News

Post a Comment

0 Comments