
મુંબઇ તા.3 એપ્રિલ 2019, બુધવાર
હોનહાર અભિનેત્રી પરિણિતી ચોપરાએ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો અને સવાલ પૂછ્યો હતો કે હું આ ટાબરિયાને રાખી લઉં ? આ ટાબરિયું બહુ સરસ છે.
પરિણિતી ચોપરા ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના પુત્રને ખોળામાં રાખીને બેઠી છે. એ બાળક પરિણિતીના હાથને બચકું ભરવનો પ્રયાસ કરી રહ્યું છે. પરિણિતીએ કહ્યું કે આ બાળક ખરેખર ખૂબ સરસ છે. મને એ રાખી લેવાન અદમ્ય ઇચ્છા જાગે છે. રાખી લઉં ?
સાનિયા અને શોએબના પુત્રનું નામ ઇઝહાન છે. પરિણિતીએ ફોટોગ્રાફ સાથે લખ્યું છે, અબ મૈં ખાલા (ફોઇ) બન ગઇ હું... ઇસ ઇઝ્ઝુ કો ખાના ચાહતી હું. લેકિન ઇસ વક્ત વો મુઝે ખા રહા હૈ...ઇસ લિયે મેરા હાથ ઉસે ખાને કો દિયા હૈ...
હાલ પરિણિતી દૂબઇમાં શૂટ કરી રહી છે અને સાનિયા મિર્ઝાના ઘરે સમય વીતાવી રહી છે. એ હાલ ઇન્ટનેશનલ બેડમિંગ્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ કરી રહી છે. મૂળ આ ફિલ્મ શ્રદ્ધા કપૂર કરવાની હતી પરંતુ એણે ફિલ્મ છોડી દેતાં ફિલ્મ સર્જકે પરિણિતીને સાઇન કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OJBgee
via Latest Gujarati News
0 Comments