નવી દિલ્હી, તા. 17. એપ્રિલ 2019 બુધવાર
ચૂંટણી પ્રચારની ગરમા ગરમી વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદીએ પોતાની જ પાર્ટી સામે જાહેરમાં કાઢેલા બળાપાના પગલે સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.
પ્રિયંકાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યુ છે કે, મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર કરનારા ગુંડાઓને પક્ષમાં મહત્વ અપાઈ રહ્યુ છે.લોકો પોતાની મહેનત પર પાર્ટીમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહયા છે ત્યારે પાર્ટીમાં આવા ગુંડા તત્વોને મહત્વ મળી રહ્યુ છે.કોંગ્રસે માટે મેં ગાળો અને પથ્થરો ખાધા છે ત્યારે પાર્ટીના જ નેતાઓએ મને ધમકીઓ આપી છે અને તેમ છતા તેમની સામે કોઈ જાતની કાર્યવાહી થઈ નથી.
પ્રિયંકાએ કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલો એક પત્ર પણ જાહેર કર્યો છે.જેમાં કહેવા પ્રમાણે પ્રિયંકા ચતુર્વેદી રાફેલ વિમાનને લઈને કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવા મથુરા ગયા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ગેરવર્તન કર્યુ હતુ.જેમની સામે પાર્ટીએ કાર્યવાહી કરી હતી પણ હવે તમામને તેમના હોદ્દા પાછા આપી દેવાયા છે.આ માટે જ્યોરાદિત્ય સિંધિયાએ ભલામણ કરી હતી.
એ જાણવુ જરુરી છે કે, જ્યોરાદિત્ય રાહુલ ગાંધીની કોર ટીમના સભ્ય છે અને તેઓ પશ્ચિમી યુપીના પ્રભારી પણ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VVMTSt
via Latest Gujarati News
0 Comments