ગૂગલએ ભારતમાં બ્લોક કરી TikTok એપ


નવી દિલ્હી, 17 એપ્રિલ 2019, બુધવાર

ટીકટોક પર ચાલતા વિવાદ બાદ ગૂગલ અને એપલએ પોતાના પ્લેટફોર્મ પરથી ટીકટોક એપને દૂર કરી છે. મદ્રાસ હાઈકોર્ટ બાદ સરકારએ પણ ગૂગલ અને એપલને ટીકટોક એપને પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા આદેશ કર્યો હતો. ટીકટોકના માધ્યમથી અશ્લીલ સામગ્રી લોકો સુધી પહોંચે છે અને તેનાથી બાળકોના માનસ પર પણ ખરાબ અસર થતી હોવાના મામલે એપ પર પ્રતિબંધ મુકવા આદેશ કરવામાં આવ્યો હતો. 

મદ્રાસ હાઈકોર્ટના આદેશના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટએ રદ્દ કરી દીધી હતી. આ એપ બાળકો પર ખરાબ અસર કરે છે અને પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપે છે. આ એપના યૂઝર્સમાં યૌન હિંસા વધે છે. આ તમામ મામલે કોર્ટમાં જનહિતમાં અરજી કરવામાં આવી હતી. જો કે જે યૂઝર્સએ પહેલાથી જ આ એપ ડાઉનલોડ કરી રાખી છે તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ એપને ભારતમાંથી નવા યૂઝર્સ મળી શકશે નહીં.

હાઈકોર્ટએ સરકારને કરેલા આદેશ બાદ મિનિસ્ટ્રીએ ગૂગલ અને એપલને આ એપ્લીકેશન માટે આદેશ કર્યો હતો અને હવે આ એપને પ્લેસ્ટોરમાંથી દૂર કરી દેવામાં આવી છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vaZKnM
via Latest Gujarati News

Post a Comment

0 Comments