નવી દિલ્હી, 17 એપ્રિલ 2019, બુધવાર
વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર એક્ટિવ થયા બાદ યૂઝર્સ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. વોટ્સએપ ફિંગરપ્રિંટ ઓથેંટિકેશન ફીચરને પણ ટુંક સમયમાં રોલ આઉટ કરશે. જો કે આ ફીચર આઈઓએસ એપમમાં ઉપલબ્ધ છે જ. વોટ્સએપના આ નવા ફીચરમાં જ્યારે ફિંગરપ્રિંટ ઓથેંટિકેશન અનેબલ હશે ત્યારે યૂઝર્સ સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
આ ફીચરની મદદથી યૂઝરને ચેટનો સ્ક્રીનશોટ લેતા પહેલા બ્લોક કરી શકાશે. જે યૂઝર્સએ ફિંગરપ્રિંટ ઓથેંટિકેશન અનેબલ નહીં કર્યુ હોય તે એપ પર સ્ક્રીનશોટ લઈ શકશે. રીપોર્ટ અનુસાર ઓથેંટિકેશન ફીચર એંડ્રોયડ બીટા અપડેટમાં ઉપલબ્ધ નથી. જો કે આ ફીચર અંગે કેટલાક યૂઝર્સ માને છે કે તે બિનઉપયોગી સાબિત થશે. કારણ કે તેનાથી અન્યને સ્ક્રીનશોટ લેતા અટકાવી શકાશે પરંતુ સાથે જ તમે પણ સ્ક્રીનશોટ લઈ શકશો નહીં. આ ફીચરના કારણે યૂઝર્સ પોતાની ચેટનો પણ સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGR7R9
via Latest Gujarati News
0 Comments