નવી દિલ્હી, 17 એપ્રિલ 2019, બુધવાર
રિલાયંસ જિયોએ ફ્લાઈટમાં કનેક્ટિવિટી લાયસન્સ માટે દૂરસંચાર વિભાગ સમક્ષ અરજી કરી છે. આ લાયસન્સ જો જિયોને મળી જશે તો ભારતીય તેમજ વિદેશી યાત્રાઓ દરમિયાન જિયો ડેટાની સુવિધા યૂઝર્સને પૂરી પાડશે. આ અંગે મળતી માહિતી અનુસાર જિયો ઉપરાંત વિભાગ સમક્ષ ઓર્ટસ કોમ્યુનિકેશન્સ, સ્ટેશન સૈટકોમ અને ક્લાઉડ કાસ્ટ ડિજિટલ સહિત અન્ય કંપનીઓએ પણ અરજી કરી છે.
આ મામલે રિલાયંસ જિયોએ મગનું નામ મરી પાડવાનો ઈન્કાર કર્યો છે. દૂરસંચાર વિભાગએ ઓર્ટસ કોમ્યુનિકેશન પાસેથી કેટલાક સ્પષ્ટીકરણ માંગે છે. સરકારએ ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતીય વાયુક્ષેત્રમાં ઉડાન સેવાઓ સાથે સાથે સમુદ્રમાં મોબાઈલ ફોન સેવાઓ માટે દિશા નિર્દેશ અધિસૂચિત કર્યા હતા. ત્યારબાદ ભારતી એરટેલ હગ્સ કોમ્યુનિકેશન ઈંડિયા અને ટાટાનેટ સર્વિસિઝએ પણ અરજી કરી હતી. અત્યાર સુધીમાં હગ્સ કોમ્યુનિકેશન ઈંડિયા અને ટાટાનેટ સર્વિસ અને ભારતી એરટેલને અનુષંગી ઈંડો ટેલીપોર્ટસ લિમિટેડને આ સેવાઓ માટે લાયસન્સ મળી ચુક્યા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gvkg9r
via Latest Gujarati News
0 Comments