નવી દિલ્હી, તા.17 એપ્રિલ 2019 બુધવાર
ભારતીય નૌકાદળનું એક ચેતક હેલિકોપ્ટર અકસ્માતે અરબી સમુદ્રમાં પડ્યું હતું. જો કે તમામ ક્રૂ મેમ્બર્સ સહીસલામત ઊગરી ગયા હતા.
નૌકા દળના પ્રવક્તાએ કહ્યું કે ચેતક હેલિકોપ્ટરમાં કયા પ્રકારની ટેક્નિકલ ખરાબી હતી. એની તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. હેલિકોપ્ટરની ટેક્નિકલ ખરાબીનો ખ્યાલ આવતા જ ક્રૂ મેમ્બર્સે પોતાની નિપુણતા કામે લગાડી હતી અને હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં પડે એ રીતે પાણીમાં પાડી નાખ્યું હતું.
જોકે તમામ ક્રૂ મેમ્બર્સ સહીસલામત ખોટકાયેલા હેલિકોપ્ટરની બહાર સફળતાથી નીકળી ગયા હતા.
આ હેલિકોપ્ટર એક યુદ્ધવાહક જહાજનો હિસ્સો હતું. આથી વધુ કોઇ માહિતી નૌકા દળે આપી નહોતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VSR1m0
via Latest Gujarati News
0 Comments