કોંગ્રેસમાં જોડાયા શત્રુઘ્ન સિંહા, કહ્યું કે ભાજપ વન મેન શો અને ટુ મેન આર્મી

નવી દિલ્હી, તા.6 એપ્રિલ 2019, શનિવાર

ભાજપના સ્થાપના દિવસે જ ફિલ્મ સ્ટાર અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

પીએમ મોદી અને અમિત શાહની સામે ખુલ્લેઆમ મેદાને પડનારા શત્રુઘ્નને ભાજપે પટણા સાહિબ પરથી ફરી લોકસભાની ટિકિટ આપી નથી અને શત્રુઘ્ન સિંહા કોંગ્રેસમાં જોડાશે તે નિશ્ચત જ હતુ.

જોકે તેમણે કોંગ્રેસમાં જોડાવા માટે પોતાની જુની પાર્ટીનો સ્થાપના દિવસ પસંદ કર્યો હતો.તેઓ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહીલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

શોટગને બાદમાં કહ્યુ હતુ કે, ભાજપમાં લોકશાહીને તાનાશાહીમાં ફેરવાતી જોઈ છે. અત્યારે વન મેન શો અને ટુ મેન આર્મીની સરકાર છે. હાલની નેતાગીરીએ ભાજપના કદાવર નેતાઓને સાઈડ઼ લાઈન કરી દીધા છે.

શત્રુઘ્ને કહ્યુ હતુ કે, આખરે ભાજપ સરકારે મને કેમ મંત્રી ના બનાવ્યો? શું મારી અંદર લાયકાત નહોતી ? હાલની સરકારે કોઈ કામ યોગ્ય રીતે કર્યુ નથી. જ્યારે તેમને તેમના કામ અંગે પૂછવામાં આવે છે તો જવાબ આપતા તેમની જીભ થોથવાય છે. વર્તમાન ભાજપમાં વિરોધીઓને દુશ્મનની નજરથી જોવામાં આવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G66fO3
via Latest Gujarati News

Post a Comment

0 Comments