રાહુલ ગાંધી સામે ઈ રાહુલ ગાંધી અને રાઘુલ ગાંધી પણ મેદાનમાં

નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર

કેરાલાની વાયનાડ બેઠક પરથી કોંગ્રેસ અધ્યશ્ર રાહુલ ગાંધીની સામે બીજા ત્રણ ગાંધી પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

કેરાલાની વાયનાડ બેઠક રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગઈ છે ત્યારે રાહુલ ગાંધીની સામે જેમણે ઉમેદવારી નોંધાવી છે તે પૈકીના એકનુ આખુ નામ પણ ઈ રાહુલ ગાંધી છે.અન્ય એકનુ નામ રાઘુલ ગાંધી અને બીજાનુ નામ કે એમ શિવપ્રસાદ ગાંધી છે.

33 વર્ષના કે ઈ રાહુલ ગાંધી કોટ્ટાયમના રહેવાસી છે.જ્યારે રાઘુલ ગાંધી કોઈમ્બતુરના રહેવાસી છે.શિવપ્રસાદ ગાંધી ત્રિશૂરમાં રહે છે.

ચૂંટણી પંચને સુપ્રત કરાયેલા માહિતી પ્રમાણે ઈ રાહુલ ગાંધી સામાજિક કાર્યકર, શિવપ્રસાદ ગાંધી સંસ્કૃત ટીચર છે.રાઘુલ ગાંધી રિપોર્ટર છે.વાયનાડ બેઠક પર 23 એપ્રિલ મતદાન થવાનુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G3IM0W
via Latest Gujarati News

Post a Comment

0 Comments