અડવાણી અમારા પિતા તુલ્ય, રાહુલ પોતાની ભાષા પર સંયમ રાખે: સુષમા સ્વરાજ

ગાંધીનગર, તા. 6 એપ્રિલ 2019, શનિવાર

ગાંધીનગર લોકસભા બેઠકથી ટિકિટ કપાયા પછી ભારતીય જનતા પાર્ટીના 'લોખંડી પુરુષ' લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ પર કહ્યું છે કે, તેમના માટે પાર્ટી પહેલા દેશ આવે છે અને અંતમાં પોતે આવે છે.

જોકે, તેમના આ બ્લોગ વિરોધીઓના નિશાને આવી ગયો છે. અડવાણીની ટિકિટ કપાતા પહેલા પહેલા રોબર્ટ વાડ્રા અને ત્યાર બાદ રાહુલ ગાંધીએ બીજેપીને આડે હાથી લીધી હતી. 

જોકે, રાહુલના નિવેદનથી બીજેપીના વરિષ્ઠ નેતા ઘણા નારાજ છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાના ભાષણ પર લગામ લગાવવા કહ્યું છે. સુષ્મા સ્વરાજનું આ નિવેદન રાહુલ ગાંધીના તે નિવેદન પર સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુરૂ લાલ કૃષ્ણ અડવાણીને ચંપલ મારી સ્ટેજથી નીચે ઉતારી દીધા.

રાહુલ ગાંધીના નિવેદન બાદ બીજેપીના કોઇ મોટા નેતાની આ પહેલી પ્રતિક્રિયા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I1zqF5
via Latest Gujarati News

Post a Comment

0 Comments