લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પડાયું


(પીટીઆઇ) નવીદિલ્હી, તા.2 એપ્રિલ, 2019, મંગળવાર

ચૂંટણી પંચે આગામી તા.૨૯ એપ્રિલે યોજાનારી ચોથા તબક્કાની લોકસભા ચૂંટણી માટે જાહેરનામું આજે પ્રસિધ્ધ કર્યું છે. આ તબક્કામાં દેશના નવ રાજ્યોની ૭૧ બેઠકો પર ચૂંટણી યોજાશે.  ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાતે સાત તબક્કા દરમિયાન મતદાન થશે.

ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ની ટક્કર વિવિધ રાજ્યોમાં અલગ-અલગ વિપક્ષો સાથે થશે, જેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને પ્રાદેશિક બળોનો સમાવેશ થાય છે. આ બધા જૂથો ભાજપ સામે મતવિભાજન ટાળવા માટે પરસ્પર મહાગઠબંધન કરવાની કોશિશમાં રહ્યા છે.

સામા પક્ષે, ભાજપે કેટલાક નવા તો અમુક જૂના સાથીઓ સાથે ટિકિટ વહેંચણીની ફોર્મ્યુલા ઘડી કાઢી છે. જોકે વિપક્ષો કેટલાક રાજ્યોમાં એમ કરી શક્યા નથી.

ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન, બિહાર-૫, ઝારખંડ-૩, મધ્યપ્રદેશ-૬, મહારાષ્ટ્ર-૧૭, ઓરિસ્સા-૬, રાજસ્થાન-૧૩, યુપી-૧૩ તથા પશ્ચિમ બંગાળ-૮ બેઠકો માટે મતદાન ચોજાશે. કાશ્મિરની અનંતનાગ બેઠકમાં સમાવિષ્ટ કેટલાક વિધાનસભા મત વિસ્તારમાં પણ ચોથા તબક્કા દરમિયાન મતદાન થશે. આ માટે આજથી શરૂ થયેલું ઉમેદવારી પત્ર ભરવાનું કાર્ય તા.૯ એપ્રિલ સુધી ચાલુ રહેશે. તા.૧૦ એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, જ્યારે તા.૧૨ એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકાશે, એમ જાહેરનામામાં જણાવાયું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I7xDxC
via Latest Gujarati News

Post a Comment

0 Comments