શ્રીલંકામાં આત્મઘાતી હુમલો કરનાર આતંકી બે વખત ભારત આવ્યો હતો

નવી દિલ્હી, તા. 28. એપ્રિલ 2019 રવિવાર

ભારતની તપાસ એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં ચર્ચ અને હોટલો પર હુમલા કરનાર એક આત્મઘાતી હુમલાખોર 2017માં બે વખત ભારત આવ્યો હતો.

આ હુમલાખોરનુ નામ મહોમ્મદ મુબારક અજાન હતુ.એક અંગ્રેજી અખબારના હેવાલ પ્રમાણે અજાને એક ચર્ચ પર વિસ્ફોટ કરીને પોતાની જાતને ઉડાવી દીધી હતી.જોકે તપાસ એજન્સીઓએ તેની ભારત યાત્રાની બીજી માહિતી ગુપ્ત રાખી છે.

તેની સાથે સાથે તે ભારતની મુલાકાત દરમિયાન કોને મળ્યો હતો તે જણાવવાનો પણ ઈનકાર કર્યો છે.તે ભારતમાં કેટલાક મહિનાઓ સુધી રોકાયો હતો.

શ્રીલંકાની તપાસ એજન્સીઓના કહેવા પ્રમાણે ઈસ્ટરના દિવસે થયેલા ધડાકામાં કુલ 9 આત્મઘાતી હુમલાવરો સામેલ હતા.આ ધડાકામાં 250 લોકની મોત થયા હતા.જેમાં 11 ભારતીયો પણ સામેલ હતા.

હત્યાના શકમાં 100 લોકોની અત્યાર સુધીમાં અટકાયત થઈ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WcZuk7
via Latest Gujarati News

Post a Comment

0 Comments