નવી દિલ્હી, તા. 4. એપ્રિલ 2019 ગુરુવાર
બોલીવૂડમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓની કારકિર્દીનો અકાળે અંત આવી જતો હોય છે.જોકે ભાગ્યે એવુ બનતુ હોય છે કે આવા અભિનેતા કે અભિનેત્રી બીજા કોઈ ક્ષેત્રમાં ટોચ પર પહોંચે.
બોલીવૂડમાં 24 વર્ષ પહેલા મહેશ ભટ્ટની ફિલ્મ "પાપા કહેતે હૈ" માં કામ કરનાર અભિનેત્રી માયૂરી કાંગો અપવાદ છે.તે ફિલ્મનુ ...ઘર સે નિકલતે હી....ગીત બહુ મશહૂર થયુ હતુ.જોકે ફિલ્મ ફ્લોપ થઈ હતી.એ પછી તેની બેતાબી, હોગી પ્યાર કી જીત જેવી ગણતરીની ફિલ્મો આવી હતી.
ફિલ્મની કેરિયર ફ્લોપ થયા બાદ તેણે કેટલાક ટીવી શોમાં કામ કર્યુ હતુ.જોકે તેમાં પણ ખાસ સફળતા નહી મળતા તેણે એક્ટિંગનુ ક્ષેત્ર પણ છોડી દીધુ હતુ.એ પછી તેણે યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાંથી એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ અમેરિકામાં નોકરી પણ કરી હતી.2003માં તેણે એનઆરઆઈ બિઝનેસમેન આદિત્ય ઢિલ્લોન સાથે લગ્ન કર્યા હતા.તેને એક બાળક પણ છે.
2013માં ભારત પાછા આવ્યા બાદ તે કોર્પોરેટ સેક્ટરમાં કરી રહી છે અને હવે તેણે ગૂગલ ઈન્ડિયાની હેડ તરીકે નોકરી જોઈન કરી છે.મયૂરીની ગૂગલ ઈન્ડિયાની બિઝનેસ હેડ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vnht6T
via Latest Gujarati News
0 Comments