રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યોઃ EMI સસ્તા થશે

નવી દિલ્હી, તા. 4 એપ્રિલ 2019, ગુરુવાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા નાણાકીય વર્ષની પહેલી મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં સામાન્ય લોકોને રાહત આપી છે. રિઝર્વ બેંકે પોતાની તરફથી રેપો રેટમાં 25 બેઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકના આ પગલાંથી રેપોરેટ 6.25 ટકાથી ઘટીને 6 ટકા થઇ ગયો છે.

આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. કહેવાય છે કે સતત બીજી વખત વ્યાજ દરમાં ઘટાડાથી લોન લેવાવાળાઓને મોટી રાહત મળી શકે છે. ઉપરાંત રિઝર્વ બેંકે 2019-20 માટે જીડીપીના અનુમાનમાં 0.2 ટકાનો વધારો કર્યો છે. હવે વર્ષ 2019-20 માટે જીડીપીનું પૂર્વાનુમાન 7.4થી 7.2 ટકા થઇ ગયું છે. એ સાથે જ રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરમાં રિટેલ ઇન્ફ્લેશનનું સંશોઘિત અનુમાન ઘટાડીને 2.40 ટકા કરી દીધું. આ અનુમાન 2019-20ના પહેલા છ માસ માટે 2.90થી 3 ટકા અને બીજા છ માસિક ગાળા માટે 3.50થી 3.80 ટકા રાખ્યું છે.

રેપો રેટ એટલે એ દર જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે. આ લોનથી જ બેંકો ગ્રાહકોને ઋણની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જો રેપો રેટ ઘટે તો એનો મતલબ એ કે બેંક દ્વારા મળતી તમામ પ્રકારના લોન સસ્તી થઇ જાય. તો બેંકોને રિઝર્વ બેંકમાં નાણા જમા કરાવવા પર જે દરે વ્યાજ મળે છે એને રિવર્સ રેપો રેટ કહે છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WJ4gpq
via Latest Gujarati News

Post a Comment

0 Comments