TikTok પર બાળકોની માનસિકતા બગાડવાનો આરોપ, લાગી શકે છે પ્રતિબંધ


નવી દિલ્હી, 4 એપ્રિલ 2019, ગુરુવાર

મદ્રાસ હાઈકોર્ટએ પોતાના એક આદેશમાં કેન્દ્ર સરકારને ટિકટોક એપ પર પ્રતિબંધ મુકવાની સલાહ આપી છે. આ ઉપરાંત હાઈકોર્ટએ મીડિયા હાઉસને ટિકટોક પર બનતા વીડિયો ટેલિકાસ્ટ થતા અટકાવવા કહ્યું છે. કોર્ટએ કેન્દ્ર સરકારને આ ચીની એપ પર પ્રતિબંધ મુકવા માટેના આદેશ સાથે જણાવ્યું છે કે આ એપ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપે છે. મહત્વપૂર્ણ છે કે હાલ ભારતમાં ટિકટોક એપના 54 મિલિયન એટલે કે 5.4 કરોડ મંથલી એક્ટિવ યૂઝર્સ છે.

મદ્રાસ હાઈકોર્ટએ આ આદેશ ટિકટોક એપ વિરુદ્ધ દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરતા આપ્યો છે. મરુરૈના એક વરિષ્ઠ સમાજ સેવકએ પોર્નોગ્રાફી, કલ્ચરલ ડિગ્રેશન, ચાઈલ્ડ અબ્યૂઝ જેવી બાબતોને પ્રોત્સાહન આપતી ટિકટોક એપ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટએ આદેશ કરી આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી 16 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટએ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે શું તેઓ અમેરિકાની જેમ ચાઈલ્ડ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ જેવી કોઈ નીતિ લાવી શકે જેનાથી બાળકોને વિક્ટિમ બનતા અટકાવી શકાય? 

આ મામલે ટિકટોકના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની લોકલ લોનું સમ્માન કરે છે અને કોર્ટનો જે આદેશ છે તે તેમના સુધી પહોંચશે ત્યારબાદ તેઓ તેના પર એક્શન લઈ શકશે. ટિકટોકને ફેબ્રુઆરી 2018માં લોન્ચ કરવામાં આવી હતી અને હાલ તે સૌથી વધારે ડાઉનલોડ થતી એપ્લીકેશન બની ચુકી છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uNhxBa
via Latest Gujarati News

Post a Comment

0 Comments