આજે દિલ્હી કેપિટલ્સ હોમગ્રાઉન્ડ પર કિંગ્સ ઈલેવન સામે ટકરાશે

નવી દિલ્હી,તા.૧૯

દિલ્હી કેપિટલ્સને ઘરઆંગણાના મેદાન પર કિંગ્સ ઈલેવન પંજાબ સામે આવતીકાલના મુકાબલામાં જીતની આશા છે. દિલ્હી માટે હોમગ્રાઉન્ડનો અનુભવ ખાસ ઉત્સાહજનક રહ્યો નથી, આમ છતાં દિલ્હીએ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ જીતી છે. જોકે આખરી મેચમાં તેઓ મુંબઈ સામે હાર્યા હતા અને હવે તેઓ ફરી જીતની રાહ પર આગળ વધવા માટે થનગની રહ્યા છે.

ફિરોઝ શાહ કોટલા મેદાન પર રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. અશ્વિનની કેપ્ટન્સી હેઠળની કિંગ્સ ઈલેવનની ટીમે અસરકારક બોલિંગને સહારે રાજસ્થાનને હરાવ્યું હતુ. રસપ્રદ બાબત એ છે કે,બંને ટીમોની બોલિંગ બરોબરીની છે. દિલ્હીની ટીમમાં રબાડા, મોરીસ, મિશ્રા, ઈશાંત શર્મા અને અવેશખાન છે. જ્યારે પંજાબની ટીમમાં આર અશ્વિન અને એમ. અશ્વિનની સાથે સાથે મુજીબ, ટાય, મોહમ્મદ શમી અને સેમ કરન જેવા બોલરો છે,જેઓએ આઇપીએલમાં શાનદાર દેખાવ કર્યો છે.

બેટીંગના મામલે દિલ્હી કેપિટલ્સ કરતાં પંજાબની ટીમ ચડિયાતી દેખાઈ રહી છે. પંજાબમાં લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મીલર, મયંક અગ્રવાલ, કરૃન નાયર, સરફરાઝ સામેલ છે. જ્યારે દિલ્હીની ટીમમાં પૃથ્વી શૉ, કરૃન નાયર, રિષભ પંત વિગેરે જેવી યંગ બેટીંગ બ્રિગેડ છે, જેમની કસોટી પંજાબના અનુભવી બોલરો કરશે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gwcgog
via Latest Gujarati News

Post a Comment

0 Comments