
- પંચગવ્યથી જીવલેણ રોગ મળ્યા વિશેના આવા દાવા લોકોને ગેરમાર્ગે દોરી શકેઃકેન્સર નિષ્ણાતો
મુંબઇ, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
પંચગવ્ય (ગાયનું દૂધ, દહીં, ઘી, છાણ અને મૂત્ર) દ્વારા પોતે કેન્સરને પરાજીત કર્યું એવા લોકસભાની ભોપાળ સીટના ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાાસિંહ ઠાકુરના દાવાનું મુંબઇના ટોચના કેન્સરના ડોક્ટરો (ઓનકોલોજિસ્ટો) ખંડન કર્યું હતું.
દેશના સ્તન કેન્સરના અતિ વરિષ્ઠ સર્જનો પૈકીના એક અને ટાટા મેમોરિયલ સેન્ટરના ડિરેક્ટર ડો. રાજેન્દ્ર બજવેએ જણાવ્યું હતું કે કેન્સરની સારવારમાં ગોમૂત્ર કે અન્ય કોઇ ગવ્યપદાર્થ થોડે ઘણે અંશે પણ ઉપયોગી છે તેવું દર્શાવતા કોઇ પુરાવા નથી.
આવા દાવાની પુષ્ટિ કોઇ અભ્યાસ દ્વારા કરવામાં આવી નથી. સ્તન કેન્સરની વૈજ્ઞાાનિક સારવાર માત્ર રેડિઓ થેરપી, કોમ્પેથેરપી અને હવે ઇમ્યુનોથેરપી દ્વારા જ કરી શકાય તે વિશ્વભરમાં સ્વીકારાયું છે તેમ તેમણે કહ્યું હતું.
સાધ્વી પ્રજ્ઞાાએ દાવો કર્યો છે કે ૨૦૦૮ના માલેગાંવ બોમ્બ ધડાકા માંની કથિત સંડોવણી બદલ તેઓ મહારાષ્ટ્ર એન્ટિટેરરીઝમ સ્કવોડ (એટીએસ)ની કસ્ટડીમાં હતા. ત્યારે ૨૦૧૦માં તેમને કેન્સર થયાનું નિદાન કરવામાં આવ્યું હતું. એ વખતે જે.જે. હોસ્પિટલમાં તેમના શ્રેણીબંધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે.જે.ના તે વખતના ડીન ડો. ટી.પી. લહાણેએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાા કોઇ મોટી બિમારીથી પીડાતી હોવાના કોઇ ચિહ્નો ન હતા.
આ હોસ્પિટલના અન્ય એક વરિષ્ઠ ડોક્ટરે કહ્યું હતું કે કેન્સરના નિદાન માટેનો પ્રજ્ઞાાના સીએ ૧૨૫ બ્રેસ્ટ માર્કર ટેસ્ટનું પરિણામ નેગેટિવ હતું. તેના એમઆરઆઇ સ્કેનિંગનો રીપોર્ટ પૂર્ણપણે નોર્મલ (સામાન્ય) હતો. તેજ રીતે ઇસીજી રીપોર્ટ પણ નોર્મલ હતો.
લોકસભાની ચૂંટણી માટેનું ઉમેદવારી પત્રક નોંધાવતી વખતે તેમણે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે તેઓ કેન્સરના દરદી હતા. ગોમૂત્ર અને પંચગવ્ય મિશ્રિત આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન કરીને હું સાજી થઇ છું એમ તેમણે જણાવ્યું હતું.
ડો. બડવે અને તેમની ટીમે જણાવ્યું હતું કે આવા દાવા લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ITk1GJ
via Latest Gujarati News
0 Comments