હોમિયોપેથીની દવા લેતાં પહેલાં ધ્યાનમાં રાખો આ વાતો

કેટલીય અસાધ્ય બીમારીઓમાં હોમિયોપેથીની દવાને વરદાન માનવામાં આવે છે. આ મીઠી દવાઓનો જાદુ એવો છે કે કેટલીય ગંભીર બીમારીઓને ભગાડી દે છે. તાજેતરમાં જ આપેલા એક અહેવાલમુજબ  કિડની અને થાયરોઈડ રોગથી મુક્તિ મેળવવા માટે હોિયોપેથીની દવા સૌથી અસરકારક છે. તેમછતાં સારા ડોક્ટર્સ પણ મુંઝવણમાં મુકાઇ જાય છે જ્યારે એમની દવા પેશન્ટ પર અસર ના કરે. એનું કારણ છે કે ઘણીવાર ડૉક્ટરની સલાહ છતાં પેશન્ટ એવી કેટલીક ભૂલો કરી બેસે છે જેના લીધે  દવાની અસર થતી નથી. અહીં હોમિયોપેથીની દવા લેવાની સાચી રીત જણાવાઈ છે.


- જ્યારે તમે આ દવા લો ત્યારે તમારું મોં સાફ હોવું જોઈએ. કોઈપણ પ્રકારના ખથાદ્યપદાર્થ તમારા મોંમા ના હોવા જોઈએ. કઇ પણ ખાધુ હોય તો એના પાંચ મિનિટ પછી દવા લો. યાદ રાખો કે ગંધવાળી વસ્તુ જેવી કે ઇલાયચી, લસણ, ડુંગળી કે પિપરમિંટ જેવી ગોળી ખાધી હોય તો 30 મિનિટ પછી દવા લો. આ દરમિયાન કોફી ના પીશો. આ વસ્તુઓ દવાની અસરને નષ્ટ કરી 

દે છે.

-આને ગળવા કે ચાવવાને બદલે ચુસીને ખાવ કારણકે આની અસર જીભથી થાય છે. દવા ખાવ તેના 5-10 મિનિટ પછી  સુધી કશું ના ખાશો.હોમિયોપેથી દવાની અસર એ વાત પર આધાર રાખે છે કે દર્દીનો રોગ એક્યૂટ છે કે ક્રોનિક. એક્યૂટ રોગમાં તે 5થી 30 મિનિટ અને ક્રોનિક બીમારીઓમાં 5થી 7 દિવસમાં અસર બતાવે છે. જે કામ ચાર ગોળીઓ કરે છે એ જ કામ 2 ગોળીઓ કરશે. તેથી ઓછી કે વધારે દવા લેવાથી ફેર નથી પડતો. દવાનો એક ડોઝ પણ પૂરતો છે.

હોમિયોપેથી દવા ગળી  કેમ હોય છે

હોમિયોપેથીની દવાઓ આલ્કોહોલમાં બને છે જે બહુ કડવો હોય છે. કેટલાક આલ્કોહોલ તો એટલા કડવા અને તીવ્ર હોય છે કે મોંમા છાલા પડી શકે છે. તેથી આને સફેદ ગોળીઓમાં નાંખીને આપવામાં આવે છે. હવા હાથમાં આવતાં જ તેમાં રહેલાં આલ્કોહોલ બાષ્પીકૃત થવા લાગે છે, પરિણામે તેની અસર ઓછી થઇ જાય છે.તેથી જ આઐ દવાને કાગળ કે ઢાંકણમાં લઇને ખાવાનું કહેવામાં આવે છે. 

દવાની પોટેન્સી

હોમિયોપેથીની દવાઓ આપતી વખતે ડૉક્ટર હંમેશા પોટેન્સીની વાતો કરે છે. પોટેન્સી દવાને રોગ પ્રમાણે પ્રભાવશાળી બનાવવાનું કામ કરે છે. જરૂર કરતા વધારે પોટેન્સી તકલીફ વધારી શકે છે. આ રોગની ગંભીરતા અને સમયાવધિ, તીવ્રતા, લક્ષણ, ઉંમર અને સ્વભાવના આધારે નક્કી કરવામાં આવે છે. હોમિયોપેથી સારવારમાં પોટેન્સીનો અર્થ 'પાવર ઓફ મેડિસિન' થાય છે. તે દવાની ગુણવત્તાને નક્કી કરી શકે છે.

પોટેન્સી લોઅર અને હાયર એમ બે પ્રકારની હોય છે. લોઅર પોટેન્સી શરદી સળેખમ જેવા એક્યૂટ ડિસીઝમાં આપવામાં આવે છે. આ સિવાય અસ્થમા, એક્ઝિમા જેવા એલર્જિક ડિસિઝમાં જ્યાં લક્ષણ સ્પષ્ટ નથી હોતા લોઅર પોટેન્સી આપવામાં આવે છે. હાયરનો સ્તર છથી એક લાખ પોટેન્સી સુધીનો હોય છે. આમાં જો પેશન્ટનો સ્વભાવ બીમારી સાથે બદલાઈ રહ્યો હોય તો 

એને તેને અનુરૂપ પોટેન્સી આપવામાં આવે છે. લોઅર પોટેન્સી અઠવાડિયામાં 4-6વાર જ્યારે હાયર પોટેન્સી અઠવાડિયે કે 15 દિવસે એકવાર આપવામાં આવે છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IYNqPR
via Latest Gujarati News

Post a Comment

0 Comments